'મારી શિફ્ટનો ટાઈમિંગ ખતમ...', પાયલટે એરપોર્ટ પર વિમાન ઉડાવવાની પાડી દીધી ના, કલાકો સુધી ફસાયા મુસાફર
Air India News: રવિવારે સવારે દિલ્હીમાં વરસાદ પડી રહ્યો હતો, જેના કારણે દિલ્હી એરપોર્ટ પર ફ્લાઈટ ઑપરેશનમાં ઘણી સમસ્યાઓ થઈ હતી. ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ફ્લાઈટના લેન્ડિંગ અને ટેક ઓફમાં ઘણો સમય લાગી રહ્યો હતો.
ખરાબ હવામાનને કારણે લંડનથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-112નું જયપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ઈમરજન્સી લેન્ડિંગ બાદ પાઈલટે પ્લેન ઉડાડવાનો ઈન્કાર કરી દીધો હતો.

પાયલોટ દ્વારા ફ્લાઈટ ન ઉડાડવાના કારણે મુસાફરો કલાકો સુધી અટવાઈ પડ્યા છે. પાયલોટના કારણે, લગભગ 350 મુસાફરો, જેઓ દિલ્હી એરપોર્ટ પર પહોંચવાના હતા, તેઓ લગભગ ત્રણ કલાક સુધી જયપુર એરપોર્ટ પર ફસાયા હતા.
એરક્રાફ્ટ AI-112 જે મૂળરૂપે સવારે 4 વાગે દિલ્હી પહોંચવાનું હતું. પરંતુ દિલ્હી એરપોર્ટ પર ખરાબ હવામાનને કારણે તેને જયપુર ડાયવર્ટ કરવામાં આવી હતી. જયપુર એરપોર્ટ પર ઉતરતા પહેલા વિમાન લગભગ 10 મિનિટ સુધી હવામાં ચક્કર લગાવતું રહ્યું.
લગભગ બે કલાક પછી લંડનથી ફ્લાઇટને દિલ્હી એર ટ્રાફિક કંટ્રોલ (ATC) તરફથી તેની દિલ્હીની મુસાફરી ફરી શરૂ કરવાની પરવાનગી મળી, જ્યારે કેટલીક અન્ય ફ્લાઇટ્સ પણ જયપુર તરફ વાળવામાં આવી. પરંતુ આવી સ્થિતિમાં પાયલોટે ઉડાન ભરવાની ના પાડી દીધી અને વિમાનમાંથી ઉતરી ગયો.
પાઈલટે કહ્યું કે તે હવે પ્લેન ઉડાડી શકશે નહીં કારણ કે તેના કામના કલાકો પૂરા થઈ ગયા છે અને તેના શિફ્ટનો સમય પૂરો થઈ ગયો છે. જેના પગલે એરપોર્ટ પર ફસાયેલા 350 જેટલા મુસાફરોને વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે કહેવામાં આવ્યું હતું.
લગભગ ત્રણ કલાક પછી તેમાંથી કેટલાકને રોડ માર્ગે દિલ્હી લઈ જવામાં આવ્યા હતા, જ્યારે અન્ય લોકો બદલી ટીમ ગોઠવીને તે જ ફ્લાઈટમાં દિલ્હી પહોંચી શક્યા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
