મુંબઇમાં ડૉક્ટર્સે કરી ગૂગલ ગ્લાસની મદદથી કાર્ડિયાક સર્જરી
મુંબઇ, 28 જૂન : ટેક્નોલોજીની મદદથી મુશ્કેલ કામ પાર પાડવા એ નવી વાત નથી. ભારત પણ આ દિશામાં કામ કરવામાં પાછળ નથી એ બાબત મુંબઇની નાણાવટી હોસ્પિટલ્સના ડોક્ટર્સે સાબિત કરી બતાવી છે. નાણાવટી હોસ્પિટલના ડોક્ટર્સે ગૂગલ ગ્લાસની મદદથી સફળતાપૂર્વક ઓપન હાર્ટ સર્જરી પાર પાડી છે.
નાણાવટી હોસ્પિટલમાં ટેલિમેડિસિન વિભાગના પ્રમુખ ડૉ. પવન કુમારે ભારતમાં પહેલીવાર ઓપન હાર્ટ સર્જરીમાં આ ટેક્નૉલોજીનો ઉપયોગ કર્યો છે. આ ટેક્નૉલોજીની મદદથી આગામી દિવસોમાં નાણાવટી હોસ્પિટલમાં વધુ બે ઓપરેશન કરવામાં આવશે એમ હોસ્પિટલના સત્તાવાળાઓએ જણાવ્યું છે.

જાણીતા કાર્ડિયાક સર્જન ડૉ. પવન કુમારે કહ્યું કે આ ગ્લાસની મદદથી તબીબી ક્ષેત્રે ચમત્કારી પરિવર્તનો આવી શકે છે. 15 જૂને હોસ્પિટલમાં કરાયેલી સર્જરીને ડોક્ટર્સે રેકોર્ડ કરી છે.
કાર્ડિયાક સર્જરીમાં ભારતમાં આવી ટેક્નૉલોજીનો ઉપયોગ પહેલીવાર કરાયો છે. તબીબી ક્ષેત્રે ખાસ કરીને ટિલિમેડિસન ક્ષેત્રમાં આ ટેક્નૉલોજીનો ખૂબ સારી રીતે ઉપયોગ કરી શકાય છે. આ ટેક્નૉલોજીની મદદથી અંતરિયાળ વિસ્તારોમાં ટાંચા સાધનોની મદદથી ડોક્ટર્સ સફળતા પૂર્વક કામ પાર પાડી શકે છે.
ગૂગલ ગ્લાસની એક હેડ માઉન્ટેડ કમ્યૂટર છે, જેને ચશ્મા સાથે જોડવામાં આવ્યું છે. આ એવું ઉપકરણ છે જે મોબાઇલ ફોન, ટેબ વિગેરે સાથે સાંકળી શકાય છે. તે વોઇસ કમાન્ડ પર ચાલે છે અને ઇન્ટરનેટ ઇન્ફોર્મેશન માટે વાઇફાઇ કનેક્ટેડ થઈ શકે છે. વોઇસ કમાન્ડ આપી તેના દ્વારા વીડિયો રેકોર્ડિંગ, ફોટા પાડવા જેવા કામ સરળતાથી કરી શકાય છે.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી











Click it and Unblock the Notifications
