#Me Too આડમાં સૈન્યની છબી ખરાબ કરવાનો પ્રયત્ન
ગત વર્ષે આખી દુનિયાની સાથે આપણા દેશમાં પણ મી ટુ કેમ્પેઈનની ખૂબ જ ચર્ચા ચાલી હતી. જેમાંથી કેટલીક પરિયાદો સાચી નીકળી તો કેટલીક ખોટી હતી.
ગત વર્ષે આખી દુનિયાની સાથે આપણા દેશમાં પણ મી ટુ કેમ્પેઈનની ખૂબ જ ચર્ચા ચાલી હતી. જેમાંથી કેટલીક પરિયાદો સાચી નીકળી તો કેટલીક ખોટી હતી. આ જ કેમ્પેઈનની આડમાં મુંબઈની એક મહિલાએ સૈન્યના એક અધિકારી પર છેડતીનો આરોપ લગાવ્યો છે. લેફ્ટનન્ટ કર્નલ રેન્કના આ અધિકારી હાલ કાશ્મીરમાં પોસ્ટેડ છે. આ ઓફિસરે પોતાના ઉપર લાગેલા તમામ આરોપો ફગાવી દીધા છે. ઓફિસરનું કહેવું છે કે મી ટુ કેમ્પેઈનની આડમાં સૈન્યની ઈમેજ ખરાબ કરવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે. આ આખી મૂવમેન્ટનો મુદ્દો જ પૈસા મેળવવાનો છે.
આ પણ વાંચો: પુલવામા આતંકી હુમલા માટે પોતાની કાર આપનાર જૈશ આતંકી સજ્જાદ ભટ ઠાર

મુંબઈના યુવકે અધિકારીને કર્યો કૉલ
આ આખા પ્રકરણની શરૂઆત 30 ડિસેમ્બર 2017ના રોજ થઈ હતી, જ્યારે કાશ્મીરમાં પોસ્ટેડ એક અધિકારીને મુંબઈથી ફોન આવ્યો. આ કોલ દીપક ડી સિંહ નામના વ્યક્તિનો હતો, અને તેણે પોતાને બેલગામની મિલિટ્રી સ્કૂલનો પૂર્વ વિદ્યાર્થી ગણાવ્યો હતો. દીપક સિંહે ઓફિસરને કહ્યું કે 1992માં આ સ્કૂલમાંથી પાસ આઉટ છે અને હાલ મુંબઈમાં રહે છે. દીપક સિંહે ઓફિસરને કહ્યું કે તેને કોઈ રામબીર સાંગવાન પાસેથી નંબર મળ્યો જે દિલ્હીમાં સ્કૂલના એસોસિયેશન પ્રેસિડેન્ટ છે. બાદમાં દીપક સિંહ, ઓફિસર સાથે ખૂબ જ ફ્રેન્ડલી થઈ ગયો અને મિત્રતાની જેમ વાત કરવા લાગ્યો. પરંતુ જે નંબર કૉલર આઈડી પર બતાવવામાં આવતો હતો તે સ્પામ દર્શાવાયો હતો. અધિકારીએ દીપકને કહ્યું કે તેઓ તેમની સાથે પછી વાત કરશે. અધિકારીને દીપકનું વર્તન યોગ્ય નહોતું લાગી રહ્યું એટલે તેમણે દીપક સાથે વાત ન કરવાનો નિર્ણય લીધો. પરંતુ દીપક સિંહના વારંવાર ફોન આવવાથી ઓફિસરે રામબીર સાંગવાને કૉલ કરીને દીપક સિંહ વિશે પૂછ્યું. સાંગવાને કહ્યું કે તે કોઈ દીપક સિંહને નથી ઓળખતો, પરંતુ તેને એટલું ખબર છે કે દીપક મિલીટ્રી સ્કૂલમાંથી પાસ આઉટ છે.

અધિકારીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી.
દીપક સિંહે ફરીથી તે અધિકારીને મેસેજ કરીને કહ્યું કે તેને મળવાની ઈચ્છા છે. દીપકના ભાર આપવા પર અધિકારી દીપક અને તેમની બીજી પત્ની અંજલી વર્મા તેમને મળવા માટે તૈયાર થઈ ગયા. દીપકે કહ્યું કે તે સોનમર્ગ ફરવા જઈ રહ્યો છે અને વચ્ચે અધિકારી સાથે મુલાકાત કરી લેશે. દીપકે જ્યારે અધિકારી સાથે મુલાકાત કરી તો તેમણે કહ્યું તે પોતે આર્મીના બેકગ્રાઉન્ડથી આવે છે તો પોતાની પત્નીને આર્મીની લાઈફ બતાવવા ઈચ્છે છે. ઓફિસરે બંનેને લંચ માટે મેસમાં ઈન્વાઈટ કર્યા. લંચ દરમિયાન દીપકે પોતાની જાતને રિયલ એસ્ટે બિઝનેસ સાથે જોડાયેલા હોવાની વાત કરી અને મુંબઈના જાણીતા બિલ્ડર્સ સાથે કામ કરતા હોવાનું કહ્યું. ઓફિસરે પૂછ્યુ કે શું તે ગોવામાં પ્રોપર્ટી ખરીદવામાં મદદ કરી શકે છે. 2 જાન્યુઆરી 2018ના રોજ બંને સોનમર્ગ જવા રવાના થઈ ગયા અને એ જ દિવસે પાછા પણ ફર્યા. બાદમાં બંને બે દિવસ સુધી આર્મી કેન્ટમાં જ રોકાયા

ડિનર પર દીપકની પત્નીએ નશો કર્યો
ઓફિસરે ફરી વાર બંનેને ડિન પર ઈન્વાઈટ કર્યા. ડિનર પર અંજલી વર્મા નશો કરવા લાગી. તેમને જોઈને ત્યાં હાજર બાકીના લોકો ચોંકી ઉઠ્યા. અધિકારીએ અંજલીને કહ્યું કે તેઓ મહેમાન છે, તેમણે આ પ્રકારે વર્તન ન કરવું જોઈએ. આ જ દરમિયાન અંજલીએ અધિકારી પર છેડતીનો આરોપ લગાવ્યો. દીપકે જ્યારે બાકીના અધિકારીઓને આ વિશે કહ્યું ત્યારે તે તમામ ચોંકી ઉઠ્યા. બીજા દિવસે એટલે કે ત્રણ જાન્યુઆરી 2018એ બંને લંચ પર બાકીના અધિકારીઓ સાથે હતા. જે અધિકારી પર આરોપ હતો તેઓ પણ હાજર હતા. અંજલી અને દિપક સીનિયર અધિકારી પાસે ગયા અને લેખિતમાં ફરિયાદ નોંધાવી. ચાર જાન્યુઆરી 2018ના રોજ મુંબઈના દીપક અને અંજલી પાછા ફરી ગયા.

શ્રીનગર હાઈકોર્ટ સુધી પહોંચ્યો મામલો
8 જાન્યુઆરી 2018ના રોજ અંજલીએ બ્રિગેડિયર રેન્કના ઓફિસરને પત્ર લખ્યો. આર્મીની ઈન્કવાયરીમાં અધિકારી તરફથી કંઈ પણ ખોટું થયું હોવાના પુરાવા ન મળ્યા. સેના તરફથી આ મેસેજ અંજલિ વર્માને આપી દેવાયું. તેમણે કહ્યું કે તપાસ ચાલુ થવા પર અને પૂરી થવા પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. 22 ફેબ્રુઆરી 2018ના રોજ અંજલી વર્માએ ફરિયાદ નોંધાવી. જ્યારે આ દંપતી વિશે તપાસ કરવામાં આવી તો સામે આવ્યું કે દીપક સિંહ જુદા જુદા ગુનામાં દોષી સાબિત થઈ શક્યો છે. તે પોતાની પહેલી પત્નીને ડિવોર્સ આપ્યા બાદ સંખ્યાબંધ આર્મી ઓફિસર્સની પત્નીઓને લગ્નની લાલચ આપીને ઠગી ચૂકયો છે. ડિસેમ્બર 2018માં આ દંપતીના વકીલ તરફથી અધિકારીને ફોન કરીને કોર્ટ બહાર સમજૂતી માટે પ્રસ્તાવ પણ આપવામાં આવ્યો. અધિકારીએ કહ્યું કે પોલીસે તેમના કેસની તપાસ બરાબર નથી કરી. હાલ આ કેસ શ્રીનગર હાઈકોર્ટમાં છે. હાઈકોર્ટે આ કેસ પર સ્ટે મૂક્યો છે. કારણ કે કોર્ટને પણ કેસની તપાસ બરાબર નથી લાગી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
