અપર્ણા યાદવે માયાવતી સાધ્યુ નિશાન, ‘જે સમ્માન પચાવતા નથી જાણતા તે અપમાન પણ નથી પચાવી શકતા'
માયાવતીએ હાર માટે સમાજવાદી પાર્ટીને જવાબદાર ગણાવી હતી. ત્યારબાદ મુલાયમસિંહ યાદવની નાની વહુ અપર્ણા યાદવે ટ્વીટ કરીને બસપા પ્રમુખ પર નિશાન સાધ્યુ છે.
લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં બસપા-રાલોદ-સપાવાળા મહાગઠબંધનને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. યુપીમાં બસપાને 10 અને સપાને માત્ર 5 સીટોથી સંતોષ કરવો પડ્યો હતો જ્યારે રાલોદનું ખાતુ પણ ખુલ્યુ નહોતુ. સોમવારે બસપા પ્રમુખ માયાવતીએ આ હારની સમીક્ષા કરવા માટે પાર્ટીના પદાધિકારીઓની દિલ્લીમાં બેઠક બોલાવી હતી. સૂત્રો મુજબ માયાવતીએ હાર માટે સમાજવાદી પાર્ટીને જવાબદાર ગણાવી હતી. ત્યારબાદ મુલાયમસિંહ યાદવની નાની વહુ અપર્ણા યાદવે ટ્વીટ કરીને બસપા પ્રમુખ પર નિશાન સાધ્યુ છે.

અપર્ણા યાદવે કર્યુ ટ્વીટ
અપર્ણા યાદવે કહ્યુ કે બસપા પ્રમુખ માયાવતીનું વલણ જાણીને બહુ દુઃખ થયુ. અપર્ણાએ ટ્વીટ કર્યુ, ‘બહુ દુઃખ થયુ જાણીને આજે માયાવતીનું વલણ સમાજવાદી પાર્ટી માટે, શાસ્ત્રમાં કહેવાયુ છે જે સમ્માન પચાવતા નથી જાણતા તે અપમાન પણ નહિ પચાવી શકે.'
|
હાર બાદ દેખાઈ સપા-બસપામાં કડવાશ
સૂત્રો મુજબ માયાવતીએ સોમવારે ચૂંટણીમાં હાર માટે સમાજવાદી પાર્ટીને જવાબદાર ગણાવી હતી. સૂત્રો મુજબ બેઠકમાં માયાવતીએ કહ્યુ કે આ ગઠબંધનથી યુપીમાં કોઈ ફાયદો ન થયો. ના તો યાદવોના મત બસપાને ટ્રાન્સફર થયા કે ના જાટોને મળ્યા. એવામાં બસપા યુપીમાં 11 વિધાનસભા સીટો પર યોજાનાર પેટાચૂંટણીમાં એકલા લડશે. સપા-બસપા-રાલોદ ગઠબંધન વિશે જો કે હજુ સુધી કઈ અધિકૃત એલાન કરવામાં આવ્યુ નથી.

લોકસભા ચૂંટણીમાં બસપાને 10 અને સપાને 5 સીટો પર મળી હતી જીત
માયાવતીએ બેઠક દરમિયાન એ પણ કહ્યુ કે શિવપાલ યાદવે યાદવ મતોને ભાજપના ખાતામાં શિફ્ટ કરાવી દીધા. તેમણે કહ્યુ કે યુપીમાં જે 10 સીટો બસપાને મળી છે તેમાં મુસલમાન મતોની મોટી ભૂમિકા છે. તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીમાં સપા, બસપા અને રાલોદના ગઠબંધનને માત્ર 15 સીટો મળી હતી. બસપા 10 સીટો પર જ જીતી શકી જ્યારે સપાને માત્ર 5 સીટો મળી અને રાલોદના કોઈ ઉમેદવાર આ ચૂંટણીમાં જીત મેળવી શક્ય નહિ. યુપીમાં ભાજપને 62 સીટો પર જીત મળી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
