મુલાયમની વહૂએ કર્યા નરેન્દ્ર મોદીના ગુણગાન

નવી દિલ્હી, 2 ઓક્ટોબર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થકોની યાદીમાં હવે મુલાયમ સિંહ યાદની નાની વહૂ અપર્ણા યાદવનું નામ પણ સામેલ થઇ ગયું છે. તેમણે 2 ઓક્ટોબરથી શરૂ થઇ રહેલા 'રાષ્ટ્રીય સ્વચ્છતા અભિયાન' ની પણ પ્રશંસા કરતાં કહ્યું કે આ દુનિયામાં ભારતની છબિમાં સુધારો થશે. તે બુધવારે સેક્ટર-125 સ્થિત એમિટી યૂનિવર્સિટીમાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવી હતી. અપર્ણા યાદવ મુલાયમ સિંહ યાદવના નાના પુત્ર પ્રતિક યાદવની પત્ની છે.

મહિલા અધિકાર પર આયોજિત કાર્યક્રમમાં બોલતાં અપર્ણા યાદવે કહ્યું કે હવે ચૂપ રહેવાનું નથી, પરંતુ લડવાનો સમય આવી ગયો છે. મહિલાઓને ઉત્પીડન સામે મુકાબલો કરવા માટે કાનૂની અધિકારોની જાણકારી પ્રાપ્ત કરવી જોઇએ. સાથે જ માર્શલ આર્ટ, મિર્ચ પાવડર અને શૉકિંગ ઇંસ્ટ્રુમેન્ટ જેવા ઉપકરણોનો ઉપયોગ પણ કરવો જોઇએ.

aparna-yadav

અપર્ણાએ કહ્યું કે યૂપીમાં સપાની સરકાર સારું કામ કરી રહી છે, પરંતુ મીડિયાનો એક વર્ગ જાણી જોઇને છબિ ખરાબ કરવામાં લાગ્યો છે. તેના લીધે ભ્રમની સ્થિતી ફેલાઇ રહી છે. રાજકારણમાં આવવાના પ્રશ્ન પર તેમણે કહ્યું કે સમાજ સેવા કરવી તેમનો પ્રથમ શોખ છે, પરંતુ હાલ આ વિશે હું વધુ વિચારતી નથી.

એસએચઓની ફરિયાદ
અપર્ણા યાદવના મુખ્ય કાર્યક્રમમાં એક મીડિયાકર્મીએ સેક્ટર-39ના એસએચઓ ધર્મેન્દ્ર સિંહ ચૌહાણની ફરિયાદ કરી દિધી. મીડિયાકર્મીએ કહ્યું કે ચૌહાણને સરકારના સીયૂજી નંબર અલૉટ કરી રાખ્યો છે. આ ઉપરાંત તેમની પાસે બે પર્સનલ મોબાઇલ નંબર પણ છે. તેમછતાં તે ક્યારેય પણ પોતાનો નંબર ઉઠાવતાં નથી. તેના લીધે લોકો તેમની સાથે સંપર્ક કરી શકતા નથી.

આ સાર્વજનિક આરોપથી તે બેઠેલા ધર્મેન્દ્ર ચૌહાણ હચમચી ઉઠ્યા અને સ્પષ્ટતા આપવા લાગ્યા. ત્યાં તો જેમતેમ કરીને મામલો પુરો થઇ ગયો. કાર્યક્રમ સંપન્ન થયા બાદ એસએચઓ હાજર મીડિયાકર્મીઓને મળીને સમજાવવાનો પ્રયત્ન કરતાં જોવા મળ્યા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X