મુલાયમ સિંહ યાદવની હાલત ગંભીર, આઇસીયુમાં દાખલ
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવ હાલમાં ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ છે. મુલાયમ સિંહ યાદવના સ્વાસ્થ્યને લઈને મેદાંતા હોસ્પિટલમ દ્વારા આજે હેલ્થ બુલેટિન જારી કરવામાં
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવ હાલમાં ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ છે. મુલાયમ સિંહ યાદવના સ્વાસ્થ્યને લઈને મેદાંતા હોસ્પિટલમ દ્વારા આજે હેલ્થ બુલેટિન જારી કરવામાં આવ્યું છે. હેલ્થ બુલેટિન અનુસાર નેતાજીની હાલત નાજુક છે, પરંતુ હાલત સ્થિર છે. હાલમાં નેતાજી જીવન રક્ષક દવાઓ પર જીવીત છે અને ડોક્ટરોની ટીમ નેતાજીના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે.

હોસ્પિટલના જણાવ્યા અનુસાર મુલાયમ સિંહ યાદવની ખુબ જ હાલત નાજુક છે અને જીવન રક્ષક દવાઓ પર છે. નિષ્ણાતોની એક વિસ્તૃત ટીમ દ્વારા ICUમાં તેમની સારવાર કરવામાં આવી રહી છે. આ પહેલા મુલાયમ સિંહ યાદવને મળવા આવેલા તેમના પુત્ર અને પૂર્વ સીએમ અખિલેશ યાદવે સપા કાર્યકર્તાઓને કહ્યું હતું કે, નેતાજીની હાલત ગઈકાલ કરતા થોડી સારી છે. આ દરમિયાન તેમણે કાર્યકરોને હોસ્પિટલમાં વધુ ભીડ ન કરવાની અપીલ કરી હતી. તેમજ નેતાજી માટે પ્રાર્થના કરવાની અપીલ કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે મુલાયમ સિંહ યાદવની તબિયત ઘણા સમયથી ખરાબ ચાલી રહી છે. જેના કારણે તેમને મહિનામાં એક-બે વખત મેદાંતા હોસ્પિટલમાં તેમની તપાસ માટે દાખલ કરવામાં આવતા હતા. ઓગસ્ટ મહિનાથી તેમની તબિયતમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ બે દિવસ પહેલા તેમની તબિયત લથડતા તેમને મેદાંતા હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. મુલાયમ સિંહ 22 ઓગસ્ટથી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને જુલાઈમાં પણ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
મેદાંતા હોસ્પિટલની યતિન મહેતાની ટીમ સતત સારવાર કરી રહી છે. તે જ સમયે, પ્રોફેસર રામ ગોપાલ યાદવ પણ મેદાંતા હોસ્પિટલમાં હાજર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મેદાંતા હોસ્પિટલમાં નેતાઓ અને કાર્યકરોનો મેળાવડો છે. આ સિવાય શિવપાલ સિંહ યાદવ સહિત તમામ મોટા નેતાઓ પણ હાજર છે. મેદાંતા હોસ્પિટલે મંગળવારે તાજેતરની હેલ્થ અપડેટ જાહેર કરતાં કહ્યું કે મુલાયમ સિંહ યાદલની હાલત નાજુક છે અને તેમની સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
