Mukhtar Ansari News :કેવી રીતે તબાહ થયુ મુખ્તાર અંસારીનું કરોડોનું સામ્રાજ્ય?
ઉત્તર પ્રદેશના નામચિન માફિયા મુખ્તાર અંસારીનું જેલમાં હાર્ટ એટેકથી મોત થયુ છે. એક સમયે કરોડો રૂપિયાના સામ્રાજ્યમાં રમતા મુખ્તાર અંસારીનો કરૂણ અંજામ આવ્યો છે.
ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં બંધ પૂર્વાંચલ માફિયા અને પૂર્વ ધારાસભ્ય મુખ્તાર અંસારીએ અંતિમ શ્વાલ લીધા. મુખ્તાર અંસારીના મૃત્યુ સાથે યુપીમાં માફિયા શાસનના યુગનો અંત આવ્યો છે.

મુખ્તાર અંસારી 2002 થી 2017 સુધી સતત યુપીના મઉ ધારાસભ્ય હતો. આશ્ચર્યની વાત એ હતી કે તે જેલમાંથી જ ઉમેદવારી પત્ર ભરતો અને ત્યાંથી જ બધું મેનેજ કરતો અને ચૂંટણી પણ જીતતો હતો.
તેને ગુનેગાર જાહેર કરવામાં આવ્યા ત્યારે તેને કહ્યું કે હું ગુનેગાર નથી, હું લોકોનો મદદગાર છું. 2005માં મુખ્તાર અંસારીના સૌથી ખતરનાક શૂટર મુન્ના બજરંગીએ ભાજપના ધારાસભ્ય કૃષ્ણાનંદ રાયની હત્યા કરી હતી. જે રીતે હત્યાને અંજામ આપવામાં આવ્યો તે પછી એવું માનવામાં આવતું હતું કે કદાચ તેને પડકારનાર કોઈ નથી.
યુપી પોલીસ અનુસાર, મુખ્તાર અંસારીએ યુપીમાં ઘણા જઘન્ય ગુનાઓ કર્યા છે, જેમાં પોલીસકર્મીઓની હત્યાનો સમાવેશ થાય છે. તે રાજ્યના કુખ્યાત ગુનેગારો અને શૂટરોની ગેંગ સાથે કામ કરતો હતો.
બિહારના ગેંગસ્ટર મોહમ્મદ શહાબુદ્દીન સાથે પણ તેના સંબંધો હતા. આ જ કારણ હતું કે તેણે મજબૂત નેટવર્ક બનાવ્યું. મુખ્તાર અંસારી કોલસા બજાર અને કોન્ટ્રાક્ટમાંથી માસિક કરોડો રૂપિયા વસૂલતો હતો. તે ધંધાર્થીઓને ધાકધમકી આપીને પૈસા પડાવતો હતો.
વર્ષ 2020 મુખ્તાર અન્સારી માટે કાળ સાબિત થયુ. આ દરમિયાન તેની સામે મિશન ક્લીન શરૂ કરવામાં આવ્યું. જે રીતે તેણે એક સમયે લોકોમાં ડર ફેલાવ્યો હતો તે રીતે પોલીસે તેની ગેંગના લોકોમાં ડર ફેલાવવાનું શરૂ કરી દીધું. આ તે સમય હતો જ્યારે મુખ્તારના ગોરખધંધાઓના ઘરો અને દુકાનો પર બુલડોઝરની કાર્યવાહી શરૂ થઈ.
તેના દરેક ગુનાનો આ રીતે હિસાબ કરાયો. વર્ષ 2009 માં તેના સૌથી ઘાતક શૂટર મુન્ના બજરંગીની મુંબઈથી ધરપકડ કરવામાં આવી હતી, જેની વર્ષ 2018 માં યુપીના બાગપતમાં જેલમાં હત્યા કરવામાં આવી. આ ઘટનાક્રમ મુખ્તાર અંસારી માટે પણ મોટો આંચકો માનવામાં આવે છે. પછી તેનું નેટવર્ક પણ બાંદા જેલમાં ખતમ થઈ ગયું અને તેના જૂના લોકો પણ તેનાથી દૂર થતા રહ્યાં.
યુપીના મઉથી ધારાસભ્ય રહી ચુકેલા મુખ્તાર અંસારી અનેક કેસોમાં સજા ભોગવીને બાંદા જેલમાં બંધ હતો. મુખ્તાર અંસારી વિરુદ્ધ યુપી, પંજાબ, નવી દિલ્હી અને કેટલાક અન્ય રાજ્યોમાં લગભગ 60 કેસ પેન્ડિંગ છે. મુખ્તાર અંસારીની યુપીના નોઈડા, કાનપુર, લખનૌ, આઝમગઢ, મઉ, ગાઝીપુર અને વારાણસીમાં અબજોની સંપત્તિ હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
