ઈશા-આનંદના આજે લગ્ન, દુલ્હનની જેમ સજ્યુ એંટિલિયા, 10 કરોડ ડૉલરનો ખર્ચ
દેશના જ નહિ પરંતુ એશિયાના સૌથી મોટા અમીરોમાંના એક મુકેશ અંબાણી અને નીતા અંબાણીની એકમાત્ર દીકરી ઈશાના આજે લગ્ન આનંદ પીરામલ સાથે થવા જઈ રહ્યા છે.
દેશના જ નહિ પરંતુ એશિયાના સૌથી મોટા અમીરોમાંના એક મુકેશ અંબાણી અને નીતા અંબાણીની એકમાત્ર દીકરી ઈશાના આજે લગ્ન આનંદ પીરામલ સાથે થવા જઈ રહ્યા છે. આ લગ્ન પહેલા વિવાહ સાથે જોડાયેલી બધી રસમો ઉદયપુરમાં સંપન્ન થઈ પરંતુ લગ્ન ઈશાના ઘરે મુંબઈમાં થશે. કહેવાય છે કે દેશના આ સૌથી મોંઘા લગ્નમાં 10 કરોજ ડૉલર (723 કરોડ રૂપિયા) સુધીનો ખર્ચ થવાનો છે. લગ્ન અંબાણીના નિવાસસ્થાન એંટિલિયામાં થશે. આના કારણે સમગ્ર એરિયામાં સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. હાલમાં મુકેશ અંબાણીનું ઘર દુલ્હનની જેમ સજાવવામાં આવ્યુ છે.

લગ્નમાં હશે ઓછા મહેમાન
આજે લગ્નમાં ઓછા મહેમાન હશે. એવા સમાચાર છે કે લગભગ 600 જેટલા મહેમાન લગ્નમાં શામેલ થશે. જેમાં મોટાભાગના પરિવાર અને દોસ્તો હશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ઈશા-આનંદ 2 રિસેપ્શન પાર્ટી આપશે. એક રિસેપ્શન 14 ડિસેમ્બરે જિયો ગાર્ડનમાં થશે. આ પાર્ટીમાં પરિવારના લોકો અને દોસ્તા આવશે. વળી, 15 ડિસેમ્બરે બંને પોતાના કર્મચારી અને ઓફિસના લોકો માટે રિસેપ્શન રાખશે.

થયુ હતુ ભવ્ય સગાઈનું ફંક્શન
તમને જણાવી દઈએ કે ઈશા અંબાણીની સગાઈ 23 સપ્ટેમ્બરે ઈટલીના લેક કોમોમાં થઈ હતી. આ ભવ્ય સગાઈનું ફંક્શન પૂરા ત્રણ દિવસ સુધી ચાલ્યુ હતુ. જેમાં બોલિવુડ, હોલિવુડ, બિઝનેસ જગત અને પોલિટિકલ ઈન્ડસ્ટ્રીની મોટી મોટી હસ્તીઓ આવી હતી.

અજય પીરામલ અને સ્વાતિ પીરામલ
તમને જણાવી દઈએ કે આનંદ પીરામલ ખૂબ જ અમીર પરિવારમાંથી આવે છે. તે કોર્પોરેટ જગતના દિગ્ગજ અજય પીરામલ અને સ્વાતિ પીરામલના પુત્ર છે. આનંદ પીરામલ પોતાના પિતા અજય પીરામલની કંપનીમાં એક્ઝીક્યુટીવ ડાયરેક્ટરના પદ પર છે.

ઈશાને ફોર્બ્ઝ લિસ્ટમાં જગ્યા મળી
ઉલ્લેખનીય છે કે ઈશા અંબાણીની ઓળખ માત્ર એ નથી કે તે મુકેશ અંબાણીની પુત્રી છે પરંતુ ઈશાનું પોતાનું પણ એક અસ્તિત્વ છે જેના કારણે તેને ફોર્બ્ઝની સૌથી નાના અબજપતિ બિઝનેસ વુમનની લિસ્ટમાં બીજા નંબર પર શામેલ કરવામાં આવી હતી. એટલુ જ નહિ ઈશાને ફોર્બ્ઝે 2018માં દુનિયાની યંગેસ્ટ ઉત્તરાધિકારીની લિસ્ટમાં નંબર બેની જગ્યા આપી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
