ભારત અને રૂસ દ્વારા તૈયાર કરેલી આ મિસાઇલ, પાક.ની વાટ લગાવશે!
બ્રહ્મોસની નવી પેઢી વિષે જાણો. જે ભારત પાકિસ્તાન વચ્ચે જો યુદ્ધ થયું તો ભારત માટે બની શકે છે ગેમ ચેન્ઝર!
બ્રિક્સ સમેલનમાં ભલે રશિયાનું વલણ ભારત માટે નિરાશાજનક રહ્યું હોય પણ ભારત સાથે મળીને રશિયાએ ભારતના રક્ષણ માટે કંઇક તેવું કર્યું છે જે પાકિસ્તાન માટે મુશ્કેલી જરૂરથી ઊભી કરી શકશે. ભારતને એમટીસીઆર એન્ટ્રી મળ્યા પછી ભારત અને રશિયા સાથે મળીને એક તેવી મિસાઇલ તૈયાર કરી રહ્યા છે જેનાથી સંપૂર્ણ પાકિસ્તાનમાં કોઇ પણ જગ્યાને નિશાનો બનાવીને તે જગ્યાને વેરવિખેર કરી શકાશે.

600 કિમીની રેન્જ
રશિયા અને ભારતે મળીને 600 કિમીથી વધી દૂરનું નિશાન મારી શકાય તેવી ક્ષમતા વાળી મિસાઇલ વિકસાવી રહ્યા છે. ભારત આ વર્ષે જૂનમાં એમટીસીઆર એટલે કે મિસાઇલ ટેક્નોલોજી કંટ્રોલ રિઝમનો હિસ્સો બની છે.

બ્રહ્મોસ મિસાઇલ્સ

આ બ્રહ્મોસ મિસાઇલ્સની નવી પેઢી હશે. જેના દ્વારા સટિક નિશાના પર હુમલો કરી શકાશે. અને તેની 600 કિમીની રેન્જથી પાકિસ્તાનના કોઇ પણ ખૂણે હુમલો કરવા ભારત સક્ષણ બનશે.

300 કિમીની રેન્જ

નોંધનીય છે કે ભારત હાલમાં જ એમટીસીઆરનું સભ્ય બન્યું છે. જે બાદ તે 300 કિમીથી વધુ રેન્જ વાળી જ મિસાઇલ્સ બનાવી કે તેની વેચાણ કરી શકે છે. વધુમાં ભારત પાસે બૈલેસ્ટિક મિસાઇલ્સ છે. જેની રેન્જ નવી પેઢીની બ્રહ્મોસથી વધુ છે.
શું છે આ મિસાઇલ્સની ખૂબીઓ?

નોંધનીય છે કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું તો આ મિસાઇલ્સ ભારત માટે ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે. વળી આ મિસાઇલ્સથી પાકિસ્તાની પહાડીઓમાં છુપાયેલા આતંકીઓનો ખાતમો કરવા માટે પણ ભારત સક્ષમ બનશે. વળી બ્રહ્મોસ મિસાઇલ્સ પાકિસ્તાનની રક્ષા પ્રણાલીને સરળતાથી ચકમો આપી પોતાના નિર્ધારીત ટાર્ગેટ પર હુમલો કરી શકે છે. આ મિસાઇલ્સ જમીન, આકાશ અને પાણીથી પણ છોડી શકાય છે.
પુટિનને આપી જાણકારી

પુટિન આ અંગે રશિયન મીડિયાને જાણકારી આપી હતી. વધુમાં પુટિને જણાવ્યું હતું કે તે ભારત સાથે ફિફ્થ જનરેશન ફાઇટર જેટ્સ ડેવલોપ કરવામાં પણ હાથ મિલાવશે અને મદદરૂપ થશે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
