MP Election : મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે પ્રિયંકા ગાંધીએ રણસિંગુ ફૂંક્યું, આપ્યા આ વચનો
MP Election : કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સોમવારના રોજ જબલપુરના શહિદ સ્મારક મેદાનમાં કોંગ્રેસના ચૂંટણી અભિયાનની શરૂઆત કરી છે. પ્રિયંકા ગાંધી વાડ્રાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસની સરકાર બનશે, તો અમે જૂની પેન્સન સ્કિમ લાગુ કરીશું. આ સાથે 500 રૂપિયામાં ઘરેલુ ગેસ સિલિન્ડર આપવામાં આવશે.
પ્રિયંકા ગાંધી વાડ્રાએ જણાવ્યું હતું કે, મહિલાઓને મહાન નારી સન્માન નિધિ હેઠળ રૂપિયા 1.500 આપવામાં આવશે. આ સાથે કમલનાથ સરકાર દરમિયાન શરૂ થયેલી ખેડૂતોની લોન માફી પૂર્ણ થશે, આ મારી ગેરંટી છે. કર્ણાટક અને હિમાચલમાં પણ જે ગેરંટી આપી હતી, તે અમે પૂરી કરી છે.

પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે, અમે મધ્યપ્રદેશમાં જૂનું પેન્શન લાગુ કરીશું. મધ્યપ્રદેશમાં 100 યુનિટ વીજળી માફ કરવામાં આવશે અને 200 યુનિટ વીજળીનું બિલ અડધુ થઈ જશે.
શિવરાજ સરકાર પર આરોપ લગાવતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ જણાવ્યું હતું કે, અહીં ભ્રષ્ટાચાર, લાંચરુશ્વત ચાલે છે અને 225થી વધુ કૌભાંડો થયા છે. એવો કોઈ વિસ્તાર બાકી નથી કે, જ્યાં કૌભાંડો થયા ન હોય. હવે ખેડૂતોને વળતરની વહેંચણીમાં પણ ગોટાળો થઈ ગયો છે.
પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે, બેરોજગારીની સ્થિતિ એવી છે કે, ત્રણ વર્ષમાં માત્ર 21 લોકોને જ રોજગારી મળી છે, જ્યારે મને આ વાતની જાણ થઈ, તો મેં મારા કાર્યાલયને ફરીથી તપાસ કરવા કહ્યું, કારણ કે હું માનું છું કે હું તમને જે પણ કહું ખોટું ન હોવું જોઇએ. ત્રણ વખત તપાસ થઈ, તો પણ એક જ વાત બહાર આવી કે, ત્રણ વર્ષમાં માત્ર 21 લોકોને જ રોજગારી મળી છે.
પ્રિયંકા ગાંધીના ચૂંટણી વચનો
- મધ્યપ્રદેશમાં જૂની પેન્શન યોજના લાગુ કરવાની જાહેરાત
- મધ્યપ્રદેશમાં LPG સિલિન્ડર 500 રૂપિયામાં આપવાની જાહેરાત
- મહિલાઓને દર મહિને 1500 રૂપિયા આપવાની જાહેરાત
- મધ્યપ્રદેશના ખેડૂતોની લોન માફીની જાહેરાત
- 10011 યુનિટ વીજળી ફ્રી અને 200 યુનિટના બિલમાં 50 ટકા માફી
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
