સાસુને વહુ પર શંકા રહેતી હતી, તાંત્રિકના કહેવા પર બંને હાથ સળગાવી દીધા
સાસુ અને વહુની તકરારના કિસ્સા આખી દુનિયામાં ફેમસ છે. ટીવી કરતા પણ વધારે રિયલ લાઈફમાં સાસુ અને વહુની લડાઈ જોવા મળતી હોય છે.
સાસુ અને વહુની તકરારના કિસ્સા આખી દુનિયામાં ફેમસ છે. ટીવી કરતા પણ વધારે રિયલ લાઈફમાં સાસુ અને વહુની લડાઈ જોવા મળતી હોય છે. યુપીના મથુરામાં સાસુ-વહુની લડાઈનો એક એવો કિસ્સો સામે આવ્યો છે, જે તમે સાંભળ્યો પણ નહીં હોય. અહીં સાસુને પોતાની વહુ પર શંકા એટલી બધી વધી કે તેને વહુની કઠિન પરીક્ષા લેવા માટે તેના હાથો પર ચૂલાની આગ રાખી દીધી. સાસુને પોતાની વહુની આવી પરીક્ષા લેવા માટે એક તાંત્રિક બાબાએ કહ્યું હતું.

આ આખી ઘટના 19 ઓક્ટોબરની છે. આ ઘટના પછી વહુના હાથ ખુબ જ ખરાબ રીતે સળગી ગયા છે. વહુનો આરોપ છે કે હાથ સળગ્યા પછી સાસરી વાળાએ તેને ઘરની બહાર કરી દીધી. જયારે પીડિતાના પિતાએ સાસરી પક્ષ સામે ફરિયાદ પણ નોંધાવી છે. ખરેખર બનમારીના દીકરા જયવીર અને યશવીરના લગ્ન કિશન સિંહની દીકરી સુમાની અને પુષ્પા સાથે થયા હતા. એક જ ઘરમાં બે લગ્ન થયા પછી સાસુને સુમાની પર કોઈ વાતને લઈને શંકા હતી. શંકા દૂર કરવા માટે સાસુ એક તાંત્રિક પાસે ગઈ.
શંકા દૂર કરવા માટે તાંત્રિકે વહુના હાથ પર ચૂલાની આગ રાખવા માટે કહ્યું. તાંત્રિકે કહ્યું હતું કે જો હાથ સળગી જાય તો શંકા પાક્કી છે અને જો હાથ ના સળગે તો કઈ જ નથી. તાંત્રિકની વાત માની સાસુએ વહુના હાથ પર ચૂલાની આગ મૂકી દીધી. વહુના હાથ સળગી ગયા અને તેનાથી સાસુની શંકા પાક્કી થઇ ગઈ. ત્યારપછી સાસરી પક્ષે વહુને ઘરની બહાર કાઢી મૂકી. આ ઘટના પછી પીડિતાના પિતાએ પોલીસમાં 6 લોકો પર કેસ ઉત્પીડનનો કેસ નોંધાવ્યો છે. પોલીસ આ મામલે તપાસ કરીને આગળની કાર્યવાહી કરી રહી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
