તસવીરો:મોસ્ટવોન્ટેડ નિતિન ચોપડાની રંગીન લાઇફ, છોટા શકિલની ભત્રીજીથી પણ અફેર
છત્તીસગઢની રાજધાની રાયપુરમાં MCX (મલ્ટી કમોડિટી એક્સચેઝ)ના સૌથી મોટા ખેલાડી અને કરોડોનું કૌભાંડ કરનાર અને પાછલા ચાર વર્ષથી ફરાર એવા મોસ્ટવોન્ટેડ આરોપી નિતિન ચોપડાને મુંબઇ અને છત્તીસગઢ પોલિસ જોઇન્ટ ઓપરેશન કરીને જૂહીના એક આલિશાન ફ્લેટમાંથી પકડી પાડ્યો. નોંધનીય છે કે પાછલા બે મહિનાની રેકી બાદ છત્તીસગઢ પોલિસ અને મુંબઇ પોલિસને આ આરોપીને પકડી શકી છે. એટલું જ નહીં જ્યારે પોલિસે નિતિનને પકડ્યો ત્યારે તેની સાથે "જમાઇ રાજા" સિરીયલની અભિનેત્રી રેહાના મલ્હોત્રા પણ તેની સાથે હાજર હતી.
પૂછપરછ દરમિયાન નિતિને જણાવ્યું કે તે 6 મહિનાથી આ એક્ટ્રેસ સાથે લિવ ઇન રિલેશનશિપમાં હતો અને બન્ને સાથે રહી રહ્યા હતા. એટલું જ નહીં નિતિને કહ્યું કે તે થોડા સમય પહેલા અંડરવર્લ્ડ ડોન છોટા શકિલની ભત્રીજી સાથે પણ લિવ ઇન રિલેશનશીપમાં રહી ચૂક્યો છે. ત્યારે બુધવારે તેને રાયપુરની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને તેને 14 સપ્ટેમ્બર સુધી પોલિસ રિમાન્ડમાં મોકલવામાં આવ્યો હતો.
ત્યારે નિતિન ચોપડાએ તેની ઐયાશ અને બિન્દાસ લાઇફસ્ટાઇલ વિષે પણ પોલિસને જણાવ્યું હતું. ત્યારે તસવીરોમાં જાણો મોસ્ટવોન્ટેડ આરોપી નીતિન ચોપાડાની આ રંગીન લાઇફ વિષે. જુઓ આ ફોટોસ્લાઇડર...

પાર્ટનર બદલવાનો શોખ
નિતિન કહ્યું કે તે દર ત્રણ-ચાર મહિને પોતાની લિવ ઇન રિલેશનશિપ પાર્ટનરને બદલી દેતો હતો. ફરારી દરમિયાન તેણે મોડલિંગ કરતી અનેક યુવતીઓ જોડે મિત્રતા કરી હતી. અને તે તેમની પર દર મહિને 20 થી 25 લાખ રૂપિયા સુધી ફૂંકી મારતો હતો.

માત્ર મોડેલ્સ જોડે જ મિત્રતા
વળી નિતિન ખાલી મોડેલ્સ જોડે જ મિત્રતા કરતો હતો. તેના મોબાઇલમાં પણ અનેક મોડેલ્સ મિત્રો વિષે જાણકારી મળી છે. વધુમાં તે પાર્ટીઓમાં પણ મોડેલ્સ સાથે જ જવાનું પસંદ કરતો હતો.

ફ્લેટનું ભાડું 80 હજાર
પોલિસે જૂહુના જે ફ્લેટમાંથી નિતિનને પકડ્યો હતો તે જે ફ્લેટ આટલા સમયથી રહી રહ્યો હતો તે ફ્લેટનું મહિનાનું ભાડું 80 હજાર રૂપિયા હતું. વળી તેની પાસે બીએમડબલ્યૂ, ઓડી જેવી ત્રણ લક્ઝરી ગાડીઓ પણ હતી.

મોટી હોટેલમાં પાર્ટી
વળી પોલિસે જણાવ્યું કે નિતિન મોટી મોટી હોટલેમાં યોજાતી પાર્ટીઓમાં ભાગ લેતો હતો. તેનો તે શોખ હતો.

રેહાના મલ્હોત્રાથી હતી કરંટ લિવ ઇન પાર્ટનર
ટીવી સિરિયલ જમાઇ રાજાની અભિનેત્રી રેહાના મલ્હોત્રા નિતિન ચોપડાની કરંટ લિવ ઇન પાર્ટનર હતી.

છોટા શકીલ સાથે કનેક્શન
વળી નિતિન તેમ પણ કહ્યું કે તેનો છોટા શકિલની ભતીજી જોડે પણ સંબંધ હતો અને બન્ને લિવ ઇન રિલેશનમાં સાથે રહી ચૂક્યા હતા. પણ જાનનો ખતરો લાગતા તેણે ડરીને તેની સાથે સંબંધ તોડી દીધા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
