મોન્સુન અપડેટઃ કર્ણાટક, કેરળ દરિયાકાંઠે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના

બિહાર, પૂર્વ ઉત્તરપ્રદેશ, ઉતરાખંડ અને અંતરિયાળ તમિલનાડુના દૂરના ભાગોમાં પવન અને વીજળી સાથે વાવાઝોડુ આવવાની સંભાવના છે.

નોર્ધન લિમિટ ઓફ મોન્સુન (NLM) થાણે (મુંબઈ સહિત), અહેમદનગર, બુલધાના, અમરાવતી, ગોંડિયા, તિતલાગઢ, કટક, મિદનાપોર, ગોલપરા, બાઘદોગરા પરથી પસાર થવાનું યથાવત છે. નબળા ચોમાસાને લીધે આવતા એક સપ્તાહમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ વધુ આગળ વધવાની સંભાવના નથી.

rain

બિહાર, પૂર્વ ઉત્તરપ્રદેશ, ઉતરાખંડ અને અંતરિયાળ તમિલનાડુના દૂરના ભાગોમાં પવન અને વીજળી સાથે વાવાઝોડુ આવવાની સંભાવના છે. પશ્ચિમ ઉત્તરપ્રદેશ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હી, પંજાબ, હિમાચલપ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં વાવાઝોડુ આવવાની સંભાવના છે. રાજસ્થાનમાં ધૂળની ડમરીઓ અને વાવાઝોડુ આવવાની સંભાવના છે.
આસામ અને મેઘાલયના દૂરના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ તેમજ હિમાચલપ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા તેમજ કર્ણાટકના દરિયાકિનારે શુક્રવારે રાત્રે 8.30 કલાક સુધીના છેલ્લા 24 કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે. જમ્મુ કાશ્મીરના જમ્મુ ડિવિઝનમાં તેમજ ઉતરાખંડમાં 11.30 કલાકથી 14.30 કલાક સુધીમાં વાવાઝોડુ આવ્યુ હતુ.

rain

ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ ચોમાસામાં વરસાદની વહેંચણી મધ્ય ભારતમાં સામાન્ય વરસાદ જ્યારે દક્ષિણ પેનીન્સુલા - કર્ણાટક, તેલંગાના, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં સામાન્યથી ઓછો વરસાદ પડી શકે છે.

rain

ઉત્તરપૂર્વ ભારતમાં આ સમયગાળા દરમિયાન સૌથી ઓછો વરસાદ પડવાની સંભાવના છે. સમગ્ર દેશમાં જુલાઈ માસમાં માસિક વરસાદ એલપીએ (લોંગ પીરિયડ એવરેજ) ના 101 % તેમજ ઓગસ્ટ મહિનામાં એલપીએના 94 % પડવાની સંભાવના છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X