Monsoon Session 2023: 20 જુલાઇથી શરૂ થશે મોનસૂન સત્ર, 23 દિવસ ચાલશે સંસદ
કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ શનિવારે સંસદના ચોમાસુ સત્રની તારીખોની જાહેરાત કરી હતી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી ચાલશે. 23 દિવસ સુધી ચાલનારા આ સત્રમાં કુલ 17 બેઠકો થશે.
કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ ટ્વિટ કર્યું કે સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈ 2023થી શરૂ થશે અને 11 ઓગસ્ટ સુધી ચાલશે. તેમણે આગળ લખ્યું કે 23 દિવસ ચાલનારા આ સત્રમાં કુલ 17 બેઠકો થશે. હું તમામ પક્ષોને સત્ર દરમિયાન વિધાયક અને સંસદના અન્ય કામકાજમાં રચનાત્મક યોગદાન આપવા અપીલ કરું છું.

માનવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર ચોમાસા સત્રમાં યુનિફોર્મ સિવિલ કોડ બિલ લાવી શકે છે. બીજી તરફ કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓ તેનો વિરોધ કરવાની તૈયારી કરી રહી છે. મોનસૂન સત્ર દરમિયાન મોદી સરકાર ગવર્નમેન્ટ ઓફ નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી (એમેન્ડમેન્ટ) ઓર્ડિનન્સ પર બિલ લાવી શકે છે. આ મુદ્દે આમ આદમી પાર્ટી સતત વિરોધ કરી રહી છે.
સંસદનું ચોમાસુ સત્ર આ વખતે ખૂબ જ તોફાની રહેવાની શક્યતા છે. મણિપુર હિંસા અંગે પણ ગૃહમાં જોરદાર ચર્ચા જોવા મળી શકે છે. ચોમાસુ સત્રને લઈને આજે સાંજે કોંગ્રેસની બેઠક મળવા જઈ રહી છે. જેમાં UCC અને મણિપુર હિંસા જેવા મુદ્દાઓ પર મોદી સરકારને ઘેરવાની રણનીતિ નક્કી કરવામાં આવી શકે છે.
સંસદના ચોમાસુ સત્રને ઘણી રીતે ઐતિહાસિક માનવામાં આવી રહ્યું છે. ચોમાસુ સત્ર એ પ્રથમ સત્ર છે જે નવા બિલ્ડીંગમાં પ્રથમ વખત યોજાવા જઈ રહ્યું છે. બીજી તરફ, 2024ની લોકસભા ચૂંટણી પહેલા મોડા સરકારનું આ છેલ્લું ચોમાસુ સત્ર હશે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
