રાહુલ ગાંધી વડાપ્રધાન બનશે તો મોદી જશે જેલ: બેની પ્રસાદ વર્મા
બલરામપુર, 4 એપ્રિલ: કેન્દ્રિય સ્ટીલ મંત્રી બેની પ્રસાદ વર્માએ કહ્યું હતું કે રાહુલ ગાંધી વડાપ્રધાન બની ગયા તો નરેન્દ્ર મોદી છ મહિનાની અંદર જેલના સળીયા પાછળ હશે, કારણ કે તે ગુજરાતના રમખાણોના આરોપી છે.
બેની પ્રસાદ વર્માએ ગુરૂવારે રાત્રે સંવાદદાતાઓ સાથે વાતચીતમાં નરેન્દ્ર મોદી પર તીખા પ્રહાર કરતાં કહ્યું હતું કે ''લોકતંત્રના આ મંદિરને કુતરાઓથી બચાવવા બધા હિન્દુ અને મુસલમાનોની ફરજ છે.'' તેમણે કહ્યું હતું કે જો કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી વડાપ્રધાન બનશે તો નરેન્દ્ર મોદી ગુજરાત રમખાણોના આરોપમાં છ મહિનાની અંદર જેલના સળિયા પાછળ હશે.
બેની પ્રસાદ વર્માએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને તાનાશાહ ગણાવતાં કહ્યું હતું કે આવો વ્યક્તિ ભારત જેવા લોકતાંત્રિક દેશનો વજીર-એ-આઝમ બની ન શકે.
તેમણે કહ્યું 'મોદી એક તાનાશાહ છે અને તાનાશાહ ક્યારેય ભારત જેવા લોકતાંત્રિક દેશના વડાપ્રધાન ન બની શકે. ભાજપ જે ઇચ્છે તે કરે.. મોટા મોટા દાવા કરે અથવા મેદિયાને ખરીદી લે પરંતુ મોદી ક્યારેય વડાપ્રધાન નહી બની શકે'' બેની પ્રસાદ વર્માએ આરોપ લગાવ્યો હતો કે નરેન્દ્ર મોદી ભાજપના કેન્દ્રમાં આવ્યા બાદ પાર્ટીના અનેક સંસ્થાપક સભ્યોને સાઇડમાં કરી દેવામાં આવ્યા.

તેમણે કહ્યું કે જો કે કોંગ્રેસ સપા પ્રમુખ મુલાયમ સિંહ યાદવના ચૂંટણી વિસ્તાર મૈનપુરી તથા તેમની વહૂ ડિંપલના વિસ્તાર કન્નૌજથી પોતાના ઉમેદવાર ઉભા નહી રાખે પરંતુ તે મુલાયમ સિંહના બીજા ચૂંટણી વિસ્તાર આઝમગઢથી ઉમેદવાર જરૂર ઉતારશે.
વારણસીમાં નરેન્દ્ર મોદી વિરૂદ્ધ ભાગીદાર ઉમેદવાર ઉતારવાની સંભાવનાઓને નકારતાં બેની પ્રસાદ વર્માએ કહ્યું હતું કે કોંગ્રેસ ત્યાં મજબૂત ઉમેદવાર ઉભો રાખશે અને તેના પર ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. બેની પ્રસાદ વર્માએ પોતાના મત વિસ્તાર ગોંડાના ઇટિયાથોડ કસ્બામાં આયોજિત ચૂંટણી સભામાં આરોપ લગાવ્યો હતો કે નરેન્દ્ર મોદી અને મુલાયમ સિંહ યાદ ધર્મનિરપેક્ષતાના સૌથી મોટા દુશ્મન છે.
બસપાના અકબર અહમદ ડમ્પી અને પીસ પાર્ટીના મંસૂર ખાન પાસે બે-બે હાથ કરી રહેલા બેની પ્રસાદ વર્માએ મુસલમાનોની મોટી વસ્તીવાળા ઇટિયાથોકમાં કહ્યું કે ભારત લોકતંત્રના મંદિર જેવું છે અને આપણા બધાએ તેની સુરક્ષા કરવી જોઇએ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
