PM પહેલા ‘મેડમ’ પાસે જતી હતી બધી ફાઇલ્સઃ મોદી
નવી દિલ્હી, 13 એપ્રિલઃ બારુના પુસ્તકને લઇને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ પણ યુપીએ સરકાર પર નિશાન તાક્યું છે. તેમણે કહ્યું છેકે પુસ્તકે કોંગ્રેસનો પર્દાફાશ કર્યો છે. મોદીએ કહ્યું કે છેલ્લા 10 વર્ષોમાં આપણે ઘણું પતન જોયું છે. પુસ્તકમાં એ સત્યને જણાવવામાં આવ્યું છે. આપણે એક હાદસો જોયો છે, જેણે આખા દેશને બરબાદ કરી દેશે. જે વ્યક્તિએ આ પુસ્તક લખ્યું છે, તે પીએમઓમાં મહત્વપૂર્ણ પદ પર હતા. તેમનું કહેવું છેકે ફાઇલ પાસ થતાં પહેલા સોનિયા મેડમ પાસે જતી હતી. ત્યારબાદ તે વડાપ્રધાન પાસે મોકલવામાં આવતી હતી.

આ પહેલા વડાપ્રધાન કાર્યાલયે પણ બારુના પુસ્તકને એક કલ્પના ગણાવી હતી. આ વચ્ચે કોંગ્રેસ પાર્ટીએ તો સંજય બારુના દાવાઓને કાયદાકિય દૃષ્ટિએ તપાસવાની ચેતાવણી આપી દીધી છે, પરંતુ બારુ પોતાની વાત પર અડગ છે. નોંધનીય છેકે સંજય બારુના પુસ્તકે ચૂંટણી સમયે ભાજપના હાથમાં સોનિયા ગાંધી અને કોંગ્રેસ પર હુમલાઓ કરવાનો બારૂદ આપી દીધો છે. તેવામાં આ પુસ્તકના ટાઇમિંગને લઇને પણ પ્રશ્નો ઉઠી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
