દિલ્હીમાં નરેન્દ્ર મોદી અને રાજનાથ વચ્ચે બંધબારણે મુલાકાત પૂર્ણ

અપડેટ : 1.35 PM
નરેન્દ્ર મોદી-રાજનાથ વચ્ચે બંધબારણે મુલાકાત
ભાજપ અધ્યક્ષ તરીકે સર્વાનુમતે પંસદગી પામનાર રાજનાથ સિંહને મળવા માટે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હી ભાજપ કાર્યાલયે પહોંચ્યા છે. જ્યાં તેમણે રાજનાથ સિંહની મુલાકાત લીધી છે અને સાથે જ તેઓ ભોજન લેવાના છે.
મોદી બપોરે 12 વાગ્યે રાજનાથ સિંહના નિવાસ્થાને પહોંચ્યા હતા. રાજનાથ સિંહ અધ્યક્ષ બન્યા ત્યાર પછીની આ પહેલી મુલાકાત છે. પહેલા એવું માનવામાં આવી રહ્યું હતું કે, સંસદીય બોર્ડમાં મુખ્યમંત્રીઓને સ્થાન નહીં આપવામાં આવતા રાજનાથ સિંહ અને મોદીના સંબંધો બગડ્યા હતા, પરંતુ રાજનાથ સિંહને અધ્યક્ષ બનાવાયા બાદ મોદીએ જે રીતે ટ્વિટ કર્યું અને બાદમાં આ મુલાકાતને લોક ચર્ચાને ખોટી પાડી છે.
મિશન-2014ની ચૂંટણીની કમાન ભાજપ મોદીને સોંપે તેવું માનવામાં આવી રહ્યું છે અને તેથી જ મોદી અને રાજનાથ વચ્ચેની આ ઐપચારિક મુલાકાતને ઘણી જ મહત્વની માનવામાં આવી રહી છે.
નોંધનીય છે કે એક સર્વેમાં આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે કે, નરેન્દ્ર મોદી દેશના આગામી પ્રધાનમંત્રીના રૂપમાં સૌથી લોકપ્રિય રાજનેતા છે અને તેમને દેશના અંદાજે 57 ટકા લોકો પ્રધાનમંત્રીની ખુરસી પર જોવા માંગે છે. આ સર્વે બાદ ભાજપ કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ છે અને તેને લઇને ભાજપના મોટા નેતાઓમાં પણ ચર્ચા છે કે જો ભાજપને મિશન 2014ને સફળતાની મંજિલ સુધી પહોંચવુ છે તો તે નરેન્દ્ર મોદીને આગળ લાવવા પડશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
