ટાઇમની 100 પ્રભાવશાળી લોકોની યાદીમાં મોદી, મમતા અને અદાર પૂનાવાલા!
નરેન્દ્ર મોદી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાને ટાઈમ મેગેઝિન દ્વારા બહાર પાડવામાં આવેલા 2021 ના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાને ટાઈમ મેગેઝિન દ્વારા બહાર પાડવામાં આવેલા 2021 ના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે.

બુધવારે ટાઇમે તેની 2021 ની 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની વાર્ષિક યાદી જાહેર કરી હતી. નેતાઓની વૈશ્વિક યાદીમાં યુએસ પ્રમુખ જો બાઈડન, ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, ડ્યુક અને ડચેસ ઓફ સસેક્સ પ્રિન્સ હેરી, મેગન અને ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો સમાવેશ થાય છે.
આ યાદીમાં તાલિબાનના સહ-સ્થાપક મુલ્લા અબ્દુલ ગની બરાદરનો પણ સમાવેશ થયો છે. ટાઇમ દ્વારા આપવામાં આવેલ મોદીના પરિચયમાં જણાવાયું છે કે, સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ભારતના 74 વર્ષોમાં ત્રણ અગ્રણી નેતાઓ જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી અને મોદી રહ્યા છે. નરેન્દ્ર મોદી ત્રીજા નેતા છે, જે દેશના રાજકારણમાં અસરકારક છે.
આ ઉપરાંત મમતા બેનર્જીનો પરિચય છે કે, બેનર્જી વિશે કહેવામાં આવે છે કે તે પોતાની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસનું નેતૃત્વ કરતી નથી, તે પોતે જ પાર્ટી છે. પિતૃસત્તાક સંસ્કૃતિમાં તેમની લડવાની ભાવના અને સ્વ-નિર્મિત જીવન તેમને અન્ય લોકોથી અલગ પાડે છે.
પૂનાવાલાના પરિચયમાં કહેવામાં આવ્યું છે કે, કોવિડ-19 ની શરૂઆતથી વિશ્વની સૌથી મોટી રસી ઉત્પાદક કંપનીના 40 વર્ષીય વડાએ આ સમયની જરૂરિયાત પૂરી કરવાનો પ્રયાસ કર્યો. તેમાં ઉમેર્યું કે, "મહામારી હજુ સમાપ્ત થઈ નથી અને પૂનાવાલા હજુ પણ તેનો અંત લાવવામાં મદદ કરી શકે છે. રસીની અસમાનતા ગંભીર છે અને વિશ્વના એક ભાગમાં રસીકરણમાં વિલંબ વૈશ્વિક પરિણામો લાવી શકે છે, જેમાં વધુ ખતરનાક સ્વરૂપોના જોખમનો સમાવેશ થાય છે.
તાલિબાનના સહ-સ્થાપક, બરાદરનો પરિચય આપતા, ટાઇમે તેને શાંત અને રહસ્યમય માણસ તરીકે વર્ણવ્યો, જે ભાગ્યે જ જાહેર નિવેદનો અથવા ઇન્ટરવ્યુ આપે છે.
'ટાઇમ' ની આ યાદી સૌથી શક્તિશાળી અને વિશ્વસનીય માનવામાં આવે છે. આ યાદીમાં સમાવિષ્ટ લોકોને તેમના શ્રેષ્ઠ કાર્યને ધ્યાનમાં રાખીને આ સન્માન આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે મેગેઝીને 100 પ્રભાવશાળી લોકોની આ યાદીની 6 કેટેગરી બનાવી છે. તેમાં નેતાઓ, કલાકારો, અગ્રણીઓ, આઈકોન, ટાઇટન્સ અને સંશોધકોનો સમાવેશ થાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
