મોદી સરકાર મહિલા અનામતને ટાળી રહી છે, સરકાર જાતીગત વસ્તી ગણતરી કરાવે-રાહુલ ગાંધી
સંસદના વિશેષ સત્રમાં મહિલા અનામત બિલને સંસદના બન્ને ગૃહોમાં પસાર કરાવી દેવામાં આવ્યુ છે. આ બિલને લઈને કોંગ્રેસ ઓબીસી અનામતની માંગ કરી રહી છે ત્યારે હવે રાહુલ ગાંધીએ ફરીથી બીજેપી પર આકરા પ્રહાર કર્યા છે.
સાંસદ રાહુલ ગાંધીએ મહિલા અનામત બિલ અને જાતિ ગણતરીને લઈને મીડિયા સાથે વાત કરી હતી. અહીં તેમણે દાવો કર્યો કે, આજે મહિલા આરક્ષણ લાગુ થઈ શકે છે, પરંતુ મોદી સરકાર તેને સ્થગિત કરી રહી છે. આ સિવાય તેમણે આ બિલની ખામીઓ પણ જણાવી.

મીડિયા સાથે વાત કરતા રાહુલ ગાંધીએ જણાવ્યુ કે, મહિલા અનામત બિલ સારું છે પરંતુ અમને બે ખામીઓ મળી છે. આ પ્રથમ વસ્તી ગણતરી અને બીજું સીમાંકન છે. આ કામ કરવામાં ઘણા વર્ષો લાગશે. સત્ય એ છે કે અનામતનો અમલ આજે જ થઈ શકે છે. આ કોઈ જટિલ બાબત નથી, પરંતુ સરકાર આ કરવા માંગતી નથી.
રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે, સરકારે તેને દેશ સમક્ષ રજૂ કર્યું છે પરંતુ હવેથી 10 વર્ષ બાદ તેનો અમલ કરવામાં આવશે. આનો અમલ થશે કે નહીં તે કોઈને ખબર નથી. આ એક ભ્રામક વ્યૂહરચના છે.
તેમણે મોદી સરકાર પર OBC સાથે ભેદભાવ કરવાનો આરોપ લગાવ્યો. રાહુલ ગાંધીના મતે કેન્દ્રના 90 સચિવોમાંથી માત્ર 3 સચિવ ઓબીસી છે. પીએમ મોદી કહે છે કે તે ઓબીસી માટે ઘણું કામ કરી રહ્યા છે પરંતુ તે ખોટું બોલી રહ્યા છે. તેમણે ઓબીસી માટે કંઈ કર્યું નથી.
રાહુલ ગાંધીએ મોદી સરકાર પાસે જાતિની વસ્તી ગણતરી કરાવવાની માંગ કરી અને કહ્યું કે, તેનાથી જાણી શકાય કે દેશમાં OBC અને અન્ય જાતિઓની વસ્તી કેટલી છે. તેઓને સમાન ધોરણે ભાગીદારી આપી શકાય.
રાહુલ ગાંધીએ અહીં એ પણ કહ્યું કે, મેં માત્ર આ સવાલ પૂછ્યો હતો કે શું ભારતમાં ઓબીસીની વસ્તી 5% છે? જો નહીં તો ભારતમાં કેટલા ઓબીસી છે અને તેમને કેટલી ભાગીદારી મળવી જોઈએ? ભાજપે વસ્તી ગણતરી અને સીમાંકન દૂર કરીને મહિલાઓને ભાગીદારી આપવી જોઈએ. વસતી ગણતરી અંગે અમે જે ડેટા એકત્રિત કર્યો હતો તેને સાર્વજનિક કરો. જેથી દરેકને ખબર પડી શકે કે ત્યાં કેટલા OBC છે અને જાતિના આધારે નવી વસ્તી ગણતરી હાથ ધરી શકાય.
બીજી તરફ રાહુલ ગાંધીએને સવાલ કરાયો કે શું તેમને અફસોસ છે કે 2010માં યુપીએ સરકાર દ્વારા લાવવામાં આવેલા બિલમાં ળ ઓબીસી ક્વોટા આપવામાં આવ્યો ન હતો. તેના પર તેમણે કહ્યું કે, 100 ટકા અફસોસ છે. આ તે સમયે થવું જોઈતું હતું અને હવે અમે તે પૂર્ણ કરીને છોડીશું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
