રાહુલ ગાંધીનુ મોદી પર નિશાન, કહ્યુ - સરકારની વેક્સીન રણનીતિ નોટબંધીથી કમ નથી, 3 કારણો છે
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારની વેક્સીન રણનીતિ પર નિશાન સાધીને સવાલ ઉઠાવ્યા.
નવી દિલ્લીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારની વેક્સીન રણનીતિ પર નિશાન સાધીને સવાલ ઉઠાવ્યા. રાહુલ ગાંધીએ વેક્સીન રણનીતિની તુલના નોટબંધી સાથે કરી છે. તેમણે કહ્યુ કે, આ સરકારની વેક્સીન રણનીતિ નોટબંધીથી કમ નથી. ટ્વિટ કરીને રાહુલ ગાંધી ત્રણ કારણો ગણાવ્યા. તેમણે કહ્યુ કે, 'આ રીતે વેક્સીનેશનના કારણે સામાન્ય જનતા લાઈનમાં ઉભી રહેશે. બીજુ લોકો ધન, આરોગ્ય અને જીવનુ પણ નુકશાન સહન કરશે.'

વેક્સીન રણનીતિમાં ત્રીજી ખામી ગણાવતા રાહુલ ગાંધીએ લખ્યુ કે, 'કેન્દ્ર સરકારની વેક્સીન રણનીતિથી અંતે માત્ર અમુક ઉદ્યોગપતિઓને જ ફાયદો થશે.' તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધી પણ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. તેમના માટે હરિયાણાના આરોગ્ય મંત્રી અનિલ વિજે ટિપ્પણી પણ કરી છે. વિજનુ કહેવુ છે કે, 'જ્યારે કોરોનાની શરૂઆત થઈ તો રાહુલ ગાંધીએ ઘણા પ્રકારના નિવેદન આપ્યા હતા. પરંતુ હવે તે ખુદ વાયરસથી સંક્રમિત છે. એવામાં જો તેમને દિલ્લીમાં જગ્યા મળવામાં કોઈ મુશ્કેલી પડે તો તે હરિયાણા આવી શકે છે. અમે તેમને વધુ સારો ઈલાજ પૂરો પાડીશુ.'
કેન્દ્રની સરકારની વેક્સીન રણનીતિ આ છે
ગઈ કાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રના નામે સંબોધનમાં રણનીતિનો ઉલ્લેખ કર્યો. પીએમ મોદીએ કહ્યુ કે સરકારી હોસ્પિટલોમાં રસીકરણ મફતમાં જ કરવામાં આવશે જેમ અત્યારે થઈ રહ્યુ છે. જો કે, હાલમાં એ સ્પષ્ટ નથી કે 18થી 45 વર્ષની વયના નાગરિકોને પણ સરકારી હોસ્પિટલમાં મફત વેક્સીન આપવામાં આવશે કે નહિ. આ ઉપરાંત પ્રધાનમંત્રીએ મધ્યમ, નાના દુકાનદારો અને વેપારીઓને પડતી મુશ્કેલી પર ધ્યાન આપીને મુખ્યમંત્રીએ કહ્યુ કે લૉકડાઉન અંતિમ ઉપાય છે. રાજ્યો તેના બદલે બીજા ઉપાયો અપનાવે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
