Parliament : રાજ્યસભામાં પીએમ મોદીનુ 1 કલાક 35 મિનિટનુ ભાષણ, વિપક્ષનું વોકઆઉટ
સંસદના બજેટ સત્રના સાતમા દિવસે રાજ્યસભામાં ભારે હંગામા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવનો જવાબ આપ્યો હતો.
પીએમ મોદીના 1 કલાક અને 35 મિનિટ લાંબા ભાષણ દરમિયાન વિપક્ષી સાંસદોએ સૂત્રોચ્ચાર કરીને સદનમાંથી વૉકઆઉટ કર્યો હોવા છતાં પીએમનું સંબોધન ચાલુ રહ્યું હતું. વિપક્ષના વૉકઆઉટ પર કટાક્ષ કરતા પીએમ મોદીએ કહ્યું કે જે લોકો થાકી ગયા તે મેદાન છોડી ગયા, પરંતુ જનતાને ક્યારેક તો જવાબ આપવો જ પડશે.

વડાપ્રધાને કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે અગાઉ દેશની અર્થવ્યવસ્થા અત્યંત નબળી હતી, જેને તેમની સરકારે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવી છે.
તેમણે દાવો કર્યો હતો કે ભારત અત્યારે ઝડપી ગતિ અને નીચા ફુગાવા સાથે આગળ વધી રહ્યું છે અને ટૂંક સમયમાં જ ત્રીજી આર્થિક સત્તા બનશે. પરિવારવાદ મુદ્દે કોંગ્રેસને ઘેરતા પીએમએ કહ્યું કે કોંગ્રેસે પીએમ પદને જાગીર માની હતી અને તેઓ પોતાના 'ઘરના સ્ટાર્ટઅપ'ને પણ સફળ બનાવી શક્યા નથી.
વિપક્ષ દ્વારા લગાવવામાં આવેલા વિવાદાસ્પદ નારા પર પીએમએ પલટવાર કરતા કહ્યું કે નફરત ફેલાવનારા લોકો જ કોઈ નાગરિકની કબર ખોદવાની વાતો કરી શકે છે.
તેમણે વ્યંગમાં ઉમેર્યું કે હું દરરોજ બે કિલો ગાળો ખાઉં છું અને વિપક્ષની આ ગાળો જ મારી તંદુરસ્તીનું અસલી રહસ્ય છે તેમ કહી કટાક્ષ કર્યો હતો. પીએમએ સ્પષ્ટ કર્યું કે તેમનું લક્ષ્ય માત્ર આગામી ચૂંટણી જીતવાનું નથી પરંતુ વર્ષ 2047 સુધીમાં ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવવાનું મોટું વિઝન છે.
સરકારની સિદ્ધિઓ ગણાવતા પીએમએ કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવવામાં આવ્યા છે અને કરોડોને પાકા મકાનો આપ્યા છે. ક્રિટિકલ મિનરલ્સ અને રેર અર્થ ક્ષેત્રે ભારત આત્મનિર્ભર બને તે દિશામાં સરકાર મક્કમ છે જેથી ભવિષ્યમાં કોઈની સામે હાથ ફેલાવવો ન પડે. બેન્કિંગ સુધારા વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે 2014 પહેલા ફોન કોલ પર લોન અપાતી હતી, પરંતુ આજે NPA એક ટકાથી પણ નીચે આવી ગયો છે.
લોકસભામાં પણ વિપક્ષી હોબાળાને કારણે કાર્યવાહી અનેકવાર અટકાવવી પડી હતી અને સ્પીકર ઓમ બિરલાએ વિપક્ષના વર્તનને સંસદીય ઈતિહાસનો 'કાળો ધબ્બો' ગણાવ્યો હતો.
સ્પીકરે આક્ષેપ કર્યો કે કોંગ્રેસની મહિલા સાંસદોએ પીએમની ખુરશીને ઘેરી હતી અને કાગળો ફેંક્યા હતા, જે સંસદની ગરિમા વિરુદ્ધની અત્યંત ગંભીર ઘટના છે. ભારે ધાંધલ-ધમાલ અને સૂત્રોચ્ચાર વચ્ચે આખરે આભાર પ્રસ્તાવ ધ્વનિ મતથી પસાર કરવામાં આવ્યો હતો અને રાજ્યસભાની કાર્યવાહી શુક્રવાર સુધી સ્થગિત કરાઈ હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
