Mizoram Election : પીએમ મોદીએ મિઝોરમ માટે વાયદાનો પટારો ખોલ્યો, જુઓ વીડિયો
મિઝોરમ વિધાનસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના લોકો માટે વાયદાનો પટારો ખોલ્યો છે. તેમણે કહ્યું કે, જો ભાજપ સરકાર બનાવશે તો અદ્ભુત મિઝોરમ બનાવશે.
પીએમ મોદીએ કહ્યું કે, બીજેપીએ પૂર્વોત્તરના રાજ્યોને દિલ્હી સાથે જોડવાનું કામ કર્યું છે. તેમણે કહ્યું છે કે, પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ રાજ્યના 1.70 ખેડૂતોને દર વર્ષે લાભ મળી રહ્યો છે અને આ યોજના હેઠળ અત્યાર સુધીમાં રાજ્યના દરેક ખેડૂતના ખાતામાં 28,000 રૂપિયાની રકમ સીધી પહોંચી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મિઝોરમ એક એવું રાજ્ય છે જ્યાં પ્રકૃતિ અને સંસ્કૃતિ બંને છે. તેમાં વૈશ્વિક પ્રવાસન કેન્દ્ર બનવાની ક્ષમતા છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર બહેતર હોય ત્યારે તે વેપાર, પ્રતિભા અને પ્રવાસનને મદદ કરે છે. પીએમ મોદીએ વીડિયો દ્વારા રાજ્યના મતદારોને સંબોધિત કર્યા છે.
તેમણે કહ્યું કે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણ, ઉદ્યોગ અને આવક લાવે છે અને તે તકો પણ બનાવે છે. વડાપ્રધાને કહ્યું કે, મિઝોરમની અગાઉની મુલાકાત દરમિયાન મેં પરિવહન દ્વારા પરિવર્તન માટે કામ કરવાનું વચન આપ્યું હતું. ત્યારથી બીજેપીની આગેવાનીવાળી સરકારના કામને કારણે તમામ ક્ષેત્રોમાં ક્રાંતિ આવી છે.
પીએમ મોદીએ કહ્યું કે, 2013-14 સુધી પૂર્વોત્તરમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની કુલ લંબાઈ 11,000 કિલોમીટર હતી, 2022-2023માં અમે તેને વધારીને 16,000 કિલોમીટર કરી દીધી છે. વડાપ્રધાને કહ્યું છે કે, મિઝોરમમાં 4.5 લાખ લોકોને આયુષ્માન ભારત કાર્ડ આપવામાં આવ્યા છે. રાજ્યની 100 જેટલી હોસ્પિટલોમાં આ કાર્ડ દ્વારા લોકોને મફત સારવાર મળી રહી છે.
પીએમ મોદીએ કહ્યું છે કે, બીજેપી અદ્ભુત મિઝોરમ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. મને વિશ્વાસ છે કે આ પરિપૂર્ણ કરવા માટે અમને તમારું સમર્થન અને આશીર્વાદ મળશે.












Click it and Unblock the Notifications
