Mizoram Election : જાણો શું છે ગ્રેટર મિઝોરમની માંગ? કેમ સત્તાધારી MNF રાજનીતિ કરી રહી છે?
મિઝોરમ વિધાનસભા ચૂંટણી માટે 7 નવેમ્બરે મતદાન થવા જઈ રહ્યું છે. અહીં ચૂંટણી ઝુંબેશ દરમિયાન પડોશી રાજ્ય મણિપુરની જાતિ હિંસાને મુખ્ય મુદ્દો બનાવવામાં આવ્યો છે. ખાસ કરીને શાસક મિઝો નેશનલ ફ્રન્ટ અને મુખ્ય વિપક્ષી પાર્ટી જોરામ પીપલ્સ મૂવમેન્ટ બીજેપી પર સતત પ્રહાર કરી રહી છે.
ચૂંટણીમાં કાંટાની ટક્કરને જોતા MNFએ ફરી એકવાર ગ્રેટર મિઝોરમની માંગને હવા આપવાનો પ્રયાસ કર્યો છે. આ એકીકરણનું અભિયાન છે, જેનો ઉદ્દેશ્ય જ્ઞાતિના આધારે બહુ મોટા વિસ્તારને એક વહીવટી દાયરામાં લાવવાનો છે.

મિઝોરમના મિઝો, મણિપુરના કુકી-ઝોમ અને મ્યાનમાર અને બાંગ્લાદેશના ચિન્સ પોતાને એક જ જાતિ જૂથ માને છે. તેમની સંસ્કૃતિ, ધર્મ અને પરંપરા સમાન છે અને તે એક જ વંશના વંશજ મનાય છે. સૈદ્ધાંતિક રીતે, એક બૃહદ મિઝોરમની કલ્પના કરવામાં આવી છે. જેમાં ભારત અને બહારનો વિસ્તાર સામેલ છે.
MNF એ ચૂંટણી મેનિફેસ્ટોમાં જોફા સમુદાય સાથે જોડાયેલા લોકોને એક વહીવટ હેઠળ એક કરવાનું વચન આપ્યું છે. સંબંધિત દેશોમાં પથરાયેલા જોફા સ્વદેશી લોકોના અધિકારો પર સંયુક્ત રાષ્ટ્રની 2007ની ઘોષણા અનુસાર ઉચ્ચ સત્તા ધરાવતી સરકાર હેઠળ એક કરવામાં આવશે.
મણિપુરમાં સંઘર્ષ શરૂ થયો ત્યારથી કુકી-જોમ સમુદાયના લગભગ 12 થી 13 હજાર લોકો શરણાર્થી બન્યા છે અને મિઝોરમમાં પડાવ નાખી રહ્યા છે. ફેબ્રુઆરી 2021 માં મ્યાનમારમાં સૈન્ય બળવાથી લગભગ 35,000 મ્યાનમારીઓએ પણ રાજ્યમાં આશ્રય લીધો છે.
તેવી જ રીતે બાંગ્લાદેશના ચિત્તાગોંગ હિલ ટ્રેક્ટના લગભગ 1,000 લોકો પણ મિઝોરમમાં શરણાર્થી તરીકે જીવી રહ્યા છે. MNFનું કહેવું છે કે આ તમામ લોકો તેમના ભાઈઓ છે અને મિઝોરમ તેમના દર્દ અને વેદનાથી અળગુ ન રહી શકે.
જણાવી દઈએ કે, મણિપુર હિંસા દરમિયાન કુકી સમુદાયના 10 ધારાસભ્યો અને ઘણા કુકી સંગઠનોએ પોતાના માટે અલગ વહીવટની માંગણી તેજ કરી હતી. મિઝોરમના મુખ્યનમંત્રી અને MNFના વડા જોરામથાંગાએ તાજેતરમાં તેમના પક્ષના કાર્યકરોને જણાવ્યું કે, મણિપુરમાં વંશીય મિઝો ભાઈઓ હવે અલગ વહીવટની માંગ કરી રહ્યા છે, જે પુનઃ એકીકરણ હાંસલ કરવાનો માર્ગ બતાવી રહ્યું છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
