ફેમિના મિસ ઈન્ડિયા વર્લ્ડ 2018 બની તમિલનાડુની અનુકૃતિ વાસ
ફેમિના મિસ ઈન્ડિયા વર્લ્ડ ઈન્ડિયા 2018 ની આતુરતાનો અંત આવી ગયો છે અને આ તાજ તમિલનાડુની અનુકૃતિ વાસના શિરે સજાવવામાં આવ્યો છે.
ફેમિના મિસ ઈન્ડિયા વર્લ્ડ ઈન્ડિયા 2018 ની આતુરતાનો અંત આવી ગયો છે અને આ તાજ તમિલનાડુની અનુકૃતિ વાસના શિરે સજાવવામાં આવ્યો છે. અનુકૃતિએ આ ખિતાબ 29 અન્ય પ્રતિયોગીઓને હરાવીને જીત્યો છે. મંગળવાર રાત સુધી ચાલેલી આ પ્રતિયોગિતામાં મિસ વર્લ્ડ માનુષી છિલ્લરે તેને તાજ પહેરાવ્યો. તમને જણાવી દઈએ કે પ્રતિયોગિતા એફબીબી કલર્સ ફેમિના મિસ ઈન્ડિયા 2018નું આયોજન મંગળવારની રાતે મુંબઈના એનએસઈઆઈ, ડોમ, વર્લીમાં સંપન્ન થયુ. વળી, આ પ્રતિયોગિતામાં હરિયાણાની મીનાક્ષી ચૌધરી પ્રથમ રનર અપ અને આંધ્રપ્રદેશની શ્રેયા રાવ બીજી રનર અપ બની હતી.
આ રંગારંગ સમારંભમાં અભિનેત્રી માધુરી દીક્ષિત, કરીના કપૂર ખાન અને જેકલીન ફર્નાન્ડિસે ધમાકેદાર ડાંસ પર્ફોર્મન્સ આપીને આ સાંજ વધુ રંગીન બનાવી દીધી હતી. વળી, કરણ જોહર અને આયુષમાન ખુરાનાના એંકરિંગે બધાને ખૂબ હસાવ્યા. કુલ મળીને આ સાંજે દરેકનું મન હરી લીધુ.

તમિલનાડુની રહેવાસી
તમને જણાવી દઈએ કે અનુકૃતિ વાસ તમિલનાડુની રહેવાસી છે. તે વ્યવસાયે ખેલાડી અને ડાન્સર છે. અનુકૃતિ ફ્રેન્ચ ભાષામાં બીએ કરી રહી છે. અનુકૃતિ વાસનું પાલનપોષણ તેની મા એ કર્યુ છે. તે ભવિષ્યમાં સુપર મોડલ બનવા માંગે છે.

ખૂબ જ સુંદર છે અનુકૃતિ વાસ
સામાન્ય રીતે સૌદર્ય પ્રતિયોગિતામાં ભાગ લેનાર પરીઓને શોખ હોય છે કે તે બોલિવુડમાં પોતાની જગ્યા બનાવે પરંતુ અનુકૃતિનો વિચાર થોડો અલગ છે. તે એક સુપર મોડલ બનવા માંગે છે અને પોતાની મા નું નામ રોશન કરવા માંગે છે.

અનુકૃતિ વાસ વ્યવસાયે ખેલાડી
પોતાની મા ને જ પોતાની દુનિયા કહેનારી અનુકૃતિ વાસ વ્યવસાયે ખેલાડી છે. તે પોતાની મા ના કહેવા પર જ ફ્રેન્ચ ભાષામાં બીએ કરી રહી છે અને ભવિષ્યમાં પોતાની મા માટે જ કંઈક કરવા ઈચ્છે છે.

મોડલિંગનો શોખ
અનુકૃતિ વાસે ઘણી ફેમસ પ્રોડક્ટ માટે મોડલિંગ કર્યુ છે અને તે આ જ ક્ષેત્રમાં આગળ વધવા માંગે છે. તેને ડાન્સ કરવાનો અને બાઈક ચલાવવાનો ખૂબ જ શોખ છે. તે આ પહેલા મિસ તમિલનાડુ રહી ચૂકી છે.

મિસ વર્લ્ડ 2017 માનુષી છિલ્લરે અનુકૃતિને તાજ પહેરાવ્યો
ઉલ્લેખનીય છે કે મુંબઈમાં થયેલ આ પ્રતિયોગિતાને કરણ જોહર અને આયુષમાન ખુરાનાએ હોસ્ટ કરી હતી. જજિસ પેનલમાં મલાઈકા અરોરા, બોબી દેઓલ, કુણાલ કપૂર, ક્રિકેટર ઈરફાન પઠાણ અને કે એલ રાહુલ હાજર રહ્યા હતા. આ ઉપરાંત મિસ વર્લ્ડ 2017 માનુષી છિલ્લર પણ ઈવેન્ટમાં શામેલ થઈ જેણે અનુકૃતિ વાસને મિસ ઈન્ડિયાનો તોજ પહેરાવ્યો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
