Hanuman Jayanti : હનુમાન જયંતી અંગે ગૃહ મંત્રાલયે જાહેર કરી એડવાઇઝરી, આપ્યા આ આદેશ
Hanuman Jayanti : દેશના ઘણા રાજ્યોમાં રામનવમી દરમિયાન હિંસા અને ઘર્ષણ બાદ હવે ગૃહ મંત્રાલયે હનુમાન જયંતીની ઉજવણી માટે એડવાઇઝરી જાહેર કરી છે. આવી ઘટના બીજી વાર ન બને તે કારણે ગૃહ મંત્રાલયના તમામ રાજ્યો માટે દિશાનિર્દેશ જાહેર કર્યા છે.
રામ નવમીના દિવસે 30 માર્ચના રોજ પશ્ચિમ બંગાળ, બિહાર, મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને દિલ્હી સહિત ઘણી જગ્યાએ હિંસા જોવા મળી હતી.

બંગાળ અને બિહારમાં પરિસ્થિતિ વધુ તંગ જોવા મળી રહી છે. આ હિંસાને ધ્યાનમાં રાખીને ગૃહ મંત્રાલય દ્વારા તમામ રાજ્યોને હનુમાન જયંતિની તૈયારીઓ અંગે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.
ગૃહ મંત્રાલયે જાહેર કરેલી એડવાઈઝરીમાં, રાજ્ય સરકારોને કાયદો અને વ્યવસ્થાની જાળવણી, તહેવારનું શાંતિપૂર્ણ પાલન અને સમાજમાં સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડતા કોઈપણ પરિબળ પર દેખરેખ રાખવા માટે જણાવવામાં આવ્યું છે. જેના કારણે સાંપ્રદાયિક સૌહાર્દ બગડવાની સંભાવના રહેલી હોય, એવા તમામ પાસાઓ પર નજર રાખવા માટે પણ જણાવવામાં આવ્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
