યુવતીઓના લગ્ન માટે હવે ઓછામાં ઓછી ઉંમર 21 વર્ષ કરશે મોદી સરકાર, બિલને કેબિનેટે આપી મંજૂરી
દેશમાં હવે દીકરીઓના લગ્નની ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરવાની તૈયારીમાં મોદી સરકાર છે.
નવી દિલ્લીઃ દેશમાં હવે દીકરીઓના લગ્નની ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરવાની તૈયારીમાં મોદી સરકાર છે. સૂત્રો તેમજ મીડિયા રિપોર્ટ મુજબ આ પ્રસ્તાવને કેબિનેટે મંજૂરી આપી દીધી છે. આના માટે કેન્દ્ર સરકાર વર્તમાન કાયદામાં સુધારા કરશે. તમને જણાવી દઈએ કે વર્ષ 2020ના 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લાની પ્રાચીરથી પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદીએ આ મુદ્દાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યુ હતુ કે દીકરીઓને કુપોષણથી બચાવા માટે જરુરી છે કે તેમના લગ્ન યોગ્ય ઉંમરે થાય.

હાલમાં જે કાયદો છે તે મુજબ દેશમાં પુરુષોની લગ્નની લઘુત્તમ ઉંમર 21 અને મહિલાઓની 18 વર્ષ છે. હવે સરકાર બાળ લગ્ન વિરોધી કાયદો, સ્પેશિયલ મેરેજ એક્ટ અને હિંદુ મેરેજ એક્ટમાં પણ સુધારો કરશે. નીતિ આયોગમાં જય જેટલીના નેતૃત્વમાં બનેલા ટાસ્ક ફોર્સે આની ભલામણ કરી હતી. નીતિ આયોગના સભ્ય ડૉ. વીકે પૉલ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, મહિલા અને બાળ વિકાસ, ઉચ્ચ શિક્ષણ તથા સાક્ષરતા મિશન અને ન્યાય તથા કાયદા મંત્રાલયના બિલ વિભાગના સચિવ ટાસ્ક ફોર્સના સભ્ય હતા.
ટાસ્ક ફોર્સની રચના ગયા વર્ષે જૂનમાં કરવામાં આવી હતી અને ગયા વર્ષે ડિસેમ્બરમાં જ તેણે પોતાનો રિપોર્ટ આપ્યો હતો. ટાસ્ક ફોર્સનુ કહેવુ હતુ કે પહેલા બાળકને જન્મ આપતી વખતે દીકરીઓની ઉંમર 21 વર્ષની હોવી જોઈએ. લગ્નમાં વિલંબનો પરિવારો, મહિલાઓ, બાળકો અને સમાજના આર્થિક, સામાજિક અને આરોગ્ય પર સકારાત્મક પ્રભાવ પડે છે. પ્રસ્તાવ પર ભલામણે ડિસેમ્બરમાં રજૂ કરવામાં આવી કારણકે ટાસ્ક ફોર્સે જોર આપીને કહ્યુ કે પહેલી ગર્ભવ્યવસ્થાના સમયે એક મહિલાની વય ઓછામાં ઓછી 21 વર્ષ હોવી જોઈએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
