મિલ્ખા સિંહની પત્ની અને પુત્રી 'આપ'માં જોડાયા
ચંદીગઢ, 12 જાન્યુઆરી: મહાન એથ્લીટ મિલ્ખા સિંહની પત્ની નિર્મલ કૌર અને અમેરિકામાં રહેતી તેમની પુત્રી આમ આદમી પાર્ટી (આપ) સાથે જોડાઇ ગઇ છે પરંતુ 'ફ્લાઇંગ સિખ' પોતાને દૂર રાખવા માંગે છે.
પોતે ખેલાડી રહી ચૂકેલી નિર્મલ કૌર અને તેમની પુત્રી મોના સિંહે અરવિંદ કેજરીવાલની પાર્ટીના સભ્યનું ફોર્મ ભર્યું છે અને મિલ્ખા સિંહે કહ્યું હતું કે તે તેમના નિર્ણયનું સન્માન કરે છે. ફ્લાઇંગ સિખના નામથી જાણીતા મિલ્ખા સિંહની પત્ની નિર્મલ કૌર અને યૂએસમાં રહેનાર તેમની પુત્રી મોના સિંહ આમ આદમી પાર્ટીમાં જોડાઇ ગઇ છે.
જો કે મિલ્ખા સિંહે પોતાને રાજકારણથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. મિલ્ખા સિંહે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીમાં પોતાની પત્ની અને પુત્રીના આપમાં જોડાતા ખુશી વ્યક્ત કરી છે.

મિલ્ખા સિંહની પત્ની અને પુત્રીએ આમ આદમી પાર્ટીનું સભ્ય ફોર્મ ભર્યું. મિલ્ખા સિંહે કહ્યું હતું કે મારી પત્ની અને પુત્રી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીના લક્ષ્ય અને ઉદ્દેશ્યોને જોતાં આમ આદમી પાર્ટીમાં જોડાવવાનો નિર્ણય લીધો હતો.
ત્રણ ઓલંમ્પિકમાં દેશનું નેતૃત્વ કરનાર અને એશિયન ગેમ્સમાં 4 વાર ગોલ્ડ મેડલ વિજેતા મિલ્ખા સિંહને જ્યારે આમ આદમી પાર્ટી જોઇન્ટ કરવા અંગે પૂછવામાં આવ્યું તો તેમને જણાવ્યું હતું કે જવાહર લાલ નહેરુ અને ઇન્દિરા ગાંધીના સમયમાં રાજકારણમાં આવી શકે છે, પરંતુ હું આજ સુધી રાજકારણથી દૂર રહ્યો.
મારી પત્ની અને પુત્રી બંને સમજદાર છે આ તેમનો પોતાનો નિર્ણય છે. હું તેમને રોકી શકતો નથી. મિલ્ખા સિંહે જણાવ્યું હતું કે તેમની પુત્રી યૂએસએની રહેવાસી છે. તેમછતાં તે પોતાની ફેમિલી સાથે રૂટીનમાં ભારતનો પ્રવાસ કરે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
