સિંગર મીકા સિંહના ઘરેથી લાખો રૂપિયાના ઘરેણાં અને કેશ ચોરી
બોલિવૂડના ફેમસ સિંગર મીકા સિંહના ઘરેથી ત્રણ લાખની ચોરી થયી છે. મીકા સિંહ ઘ્વારા મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાવવામાં આવી છે.
બોલિવૂડના ફેમસ સિંગર મીકા સિંહના ઘરેથી ત્રણ લાખની ચોરી થયી છે. મીકા સિંહ ઘ્વારા મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે તેમના ઘરેથી ત્રણ લાખની ચોરી થયી છે, જેમાં 2 લાખ રૂપિયાના ઘરેણાં શામિલ છે.

મળતી માહિતી અનુસાર ચોરીની ઘટના ચોરીની ઘટના ગઈ કાલે સાંજે 3 થી 4 વાગ્યે થયી હતી. મીકા સિંહના ઘરે કામ કરી રહેલા લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. ચોરીની શંકા મીકા સિંહના નજીકના અંકિત વાસન પર કરવામાં આવી રહી છે કારણકે તે ચોરી થયી તે દિવસથી ગાયબ છે. આપણે જણાવી દઈએ કે અંકિત વાસન દિલ્હીનો નિવાસી છે. તે મીકા સિંહના પ્રોજેક્ટસ અને લાઈવ શૉ ઓર્ગેનાઈઝ કરવાનું કામ કરે છે. એટલું જ નહીં પરંતુ તે છેલ્લા 10 વર્ષથી મીકા સિંહ સાથે કામ કરી રહ્યો છે.
અંકિત વાસન વિરુદ્ધ ચોરીનો આ મામલો ધારા 382 હેઠળ નોંધી લેવામાં આવ્યો છે. પોલીસ તેને પકડવામાં જોડાઈ ગયી .છે હજુ સુધી આ મામલે મીકા સિંહ તરફથી મીડિયામાં કોઈ પણ નિવેદન આપવામાં આવ્યું નથી.












Click it and Unblock the Notifications
