સાવધાન! મોબાઈલમાં Loan App ડાઉનલોડ કરતા પહેલા વાંચી લેજો, MHAએ આપી ગંભીર ચેતવણી
ભારતમાં ગેરકાયદેસર ડિજિટલ લોન એપ્સ (Loan App) દ્વારા સામાન્ય નાગરિકોને છેતરવાના અને બ્લેકમેલ કરવાના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો થયો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) એ આ બાબતે લાલ આંખ કરી છે અને લોકોને આવી શંકાસ્પદ એપ્સથી સાવધ રહેવા સખત સૂચના આપી છે. સરકારના જણાવ્યા અનુસાર, આ એપ્સ લોકોનો પર્સનલ ડેટા ચોરી કરીને તેમને માનસિક રીતે ટોર્ચર કરે છે.

750 કરોડનું મહાકૌભાંડ: ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ધરપકડ
તાજેતરમાં દિલ્હી પોલીસને એક મોટી સફળતા મળી છે. વર્ષ 2025ના સૌથી મોટા ઓપરેશનમાં પોલીસ દ્વારા અભિષેક અગ્રવાલ નામના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સ ચીની નાગરિકો સાથે મળીને અંદાજે 750 કરોડનું નકલી લોન એપ રેકેટ ચલાવતો હતો.
આ ટોળકી Inst Loan, Maxi Loan અને RupeeGo જેવી એપ્સ દ્વારા લોકોના મોબાઈલમાંથી કોન્ટેક્ટ લિસ્ટ, ફોટા અને મેસેજ ચોરી લેતી હતી. ત્યારબાદ યુઝર્સના ફોટા સાથે છેડછાડ (Morphed photos) કરીને તેમને સોશિયલ મીડિયા પર બદનામ કરવાની ધમકી આપી ખંડણી ઉઘરાવતા હતા. આ ગેંગ 2022થી સક્રિય હતી.
કેવી રીતે ફસાવે છે જાળમાં?
છેતરપિંડીનો ભોગ બનેલા કેટલાક કિસ્સાઓ ચોંકાવનારા છે.
- લુધિયાણા: એક પોસ્ટમાસ્ટરે ₹2 લાખની લોન મેળવવાના ચક્કરમાં નકલી KYC લિંક પર ક્લિક કર્યું અને ₹87,000 ગુમાવ્યા.
- બેંગલુરુ: એક મહિલાએ માત્ર એપ ડાઉનલોડ કરી હતી, લોન માટે અરજી પણ નહોતી કરી, છતાં તેના ડેટાનો ઉપયોગ કરી તેને બ્લેકમેલ કરવામાં આવી.
સરકારે લીધા કડક પગલાં
ગૃહ મંત્રાલય, RBI અને આઈટી મંત્રાલય (MeitY) એ સાથે મળીને અત્યાર સુધીમાં હજારો ફ્રોડ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે.
- વર્ષ 2024માં 2,200થી વધુ નકલી લોન એપ્સ ગૂગલ પ્લે સ્ટોર પરથી હટાવવામાં આવી.
- આઈટી એક્ટની કલમ 69A હેઠળ હાલમાં જ 87 એપ્સને બ્લોક કરવામાં આવી છે.
- Prime Lend અને Candy Cash જેવી હાઈ-રિસ્ક એપ્સ સામે સાયબર યુનિટે એડવાઈઝરી જાહેર કરી છે.
લોન ફ્રોડથી બચવા માટે આટલું ખાસ કરો
સરકારે નાગરિકોની સુરક્ષા માટે નીચે મુજબની માર્ગદર્શિકા જાહેર કરી છે.
- સત્તાવાર સ્ત્રોત: લોન એપ હંમેશા ઓફિશિયલ એપ સ્ટોર અથવા બેંકની માન્ય વેબસાઈટ પરથી જ ડાઉનલોડ કરો.
- RBI માન્યતા: કોઈ પણ એપનો ઉપયોગ કરતા પહેલા તે RBI દ્વારા માન્યતા પ્રાપ્ત છે કે નહીં તે તપાસો.
- KYC સાવધાની: વૉટ્સએપ કે મેસેજમાં આવેલી અજાણી KYC લિંક પર ક્યારેય ક્લિક ન કરો.
- પરમિશન ચેક કરો: જે એપ્સ તમારી ગેલેરી કે કોન્ટેક્ટ લિસ્ટની એક્સેસ માંગે તેનાથી દૂર રહો.
- OTP શેર ન કરો: બેંક ક્યારેય તમારો OTP, UPI પિન કે પાસવર્ડ પૂછતી નથી.
જો તમારી સાથે છેતરપિંડી થાય તો શું કરવું? જો તમને કોઈ બ્લેકમેલ કરે, તો ગભરાઈને પૈસા ચૂકવવાના બદલે તાત્કાલિક તે નંબર બ્લોક કરો અને પુરાવા સાચવી રાખો. આ અંગેની ફરિયાદ તમે નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પર અથવા નજીકના સાયબર પોલીસ સ્ટેશનમાં કરી શકો છો. વધુ જાગૃતિ માટે સોશિયલ મીડિયા પર 'CYBERDOST' હેન્ડલને ફોલો કરો.
YouTube - https://youtube.com/@cyberdosti4c
Instagram- https://www.instagram.com/cyberdosti4c?igsh=c2tteTd5Mjl2b2cw
Facebook- https://www.facebook.com/share/1KVuL1aJ9y/?mibextid=wwXIfrX-https://x.com/cyberdost?s=11
Whatsapp- https://whatsapp.com/channel/0029Va3VAOY8fewrOtXqMw1V
Dailyhunt - https://m.dailyhunt.in/profile/I4C_MHA
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
