Mehul choksi arrest : મેહુલ ચોક્સીને ભારત લાવી શકાશે કે કેમ? જાણો શું કહે છે કાયદા?
Mehul choksi arrest : પંજાબ નેશનલ બેંક (PNB) સાથે 13,000 કરોડના કૌભાંડમાં આરોપી હીરા વ્યવસાય સાથે સંકળાયેલો મેહુલ ચોકસીની હાલ બેલ્જિયમમાં ધરપકડ કરાઈ છે.
તેની ધરપકડ થવાથી ભારત તરફથી ચાલતી કાયદાકીય પ્રક્રિયામાં એક મહત્વપૂર્ણ તબક્કો માનવામાં આવી રહ્યો છે. જો કે, મેહુલ ચોકસીને ભારત લાવવાનું કામ સરળ નથી.

મેહુલ ચોકસી એ ગીતાંજલિ જૂવેલર્સ ગ્રુપના પ્રમુખ રહી ચૂક્યો છે અને તેના પર બેંકો સાથે કરોડો રૂપિયાનું લોન ફ્રોડ કરવાનો આરોપ છે. આ કથિત છેતરપિંડીમાં તેનો ભાણેજ નીરવ મોદી મુખ્ય આરોપી છે, જે હાલ બ્રિટનની જેલમાં છે અને તેના પ્રત્યર્પણનો મામલો ચાલી રહ્યો છે.
ઘણા લોકોને પ્રશ્ન થાય કે ભારતની કોઈ એજન્સી સીધા બેલ્જિયમ જઈને તેને પકડી લાવી શકે છે તો તેનો જવાબ ના છે. વિદેશી જમીન પર કોઈ પણ દેશ સીધી કાર્યવાહી કરી શકતું નથી. દરેક દેશમાં પોતાના કાયદા અને ન્યાયિક પ્રક્રિયા હોય છે. એટલે મેહુલ ચોકસીને ભારત લાવવા માટે પ્રત્યર્પણ પ્રક્રિયાનો માર્ગ અપનાવવો પડશે.
પ્રત્યર્પણ એ એવી કાયદેસર પ્રક્રિયા છે જેમાં એક દેશ બીજી દેશમાં રહેલા આરોપીને પાછો પોતાના દેશમાં લાવવામાં માંગ કરે છે જેથી તે ત્યા ગુનો કર્યો હોય તો તેને દંડ કરી શકાય. મેહુલ ચોકસી મામલે ભારત સરકાર બેલ્જિયમ સામે આવી જ વિનંતી કરશે.
જો બેલ્જિયમની કોર્ટ એ માને કે જે ગુનો ભારતે જણાવ્યો છે તે તેમની કાનૂની વ્યાખ્યામાં પણ ગુનો ગણાય છે તો તે પ્રત્યાર્પણ મંજૂર કરી શકે છે. જો કે આ પ્રક્રિયામાં મહિનાઓ લાગી શકે છે.
હા જો ચોકસી કોર્ટમાં રજૂઆત કરે અને કોર્ટ માન્યતા આપે કે તે ફરાર નહિ થાય તો તેને જામીન પણ મળી શકે. પરંતુ જો કે તે પ્રત્યાર્પણ પ્રક્રિયાની કસ્ટડીમાં જ ગણાશે.
અવારનવાર આરોપીઓ એવો દાવો કરે છે કે તેમને ભારતના ન્યાયિક તંત્ર પર વિશ્વાસ નથી અથવા ત્યાં માનવ અધિકારનો ભંગ થાય છે. આવા દાવાઓ એ દેશના કોર્ટમાં પ્રક્રિયાને ધીમી પાડે છે.
હવે બેલ્જિયમની કોર્ટ એ નક્કી કરશે કે મેહુલ ચોકસીને ભારત મોકલવો કે નહીં. ભારત સરકારે જરૂરી દસ્તાવેજો, પુરાવા અને કાયદાકીય માહિતી મોકલવી પડશે. જો બેલ્જિયમ કોર્ટ માને કે બધું કાયદેસર રીતે યોગ્ય છે તો ચોકસીને ભારતમાં લાવવાનો માર્ગ ખુલ્લો બનશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
