મળો ભારતના સાચા લોકસેવક નેતાઓને, સંસદમાં 100 ટકા હાજરી આપી રેકોર્ડ બનાવ્યો
લોકસભાની ચૂંટણી પહેલા 17મી લોકસભાની જેની છેલ્લી બેઠક ગયા શનિવારે યોજાઈ હતી. આમાં બીજેપીના બે સાંસદોએ 100 ટકા હાજરીનો રેકોર્ડ બનાવ્યો છે. આ સાંસદો છે મોહન માંડવી અને ભગીરથ ચૌધરી છે.
17મી લોકસભામાં કુલ 274 બેઠકો યોજાઈ અને રાજસ્થાનના અજમેરના સાંસદ ભગીરથ ચૌધરી અને છત્તીસગઢના કાંકેરથી સાંસદ મોહન માંડવી ક્યારેય ગેરહાજર ન રહ્યા.

બંને પહેલીવારના લોકસભાના સાંસદ
બંને 2019માં પહેલીવાર લોકસભામાં ચૂંટાયા હતા અને તેમને ગૃહમાં ફાળવવામાં આવેલી સીટો પણ નજીકમાં હતી.
મોહન માંડવીએ કહ્યું છે કે, મને જે પણ કામ મળે છે, તે હું પૂરી જવાબદારી સાથે કરું છું. હું કાંકેરનું પ્રતિનિધિત્વ કરું છું, જે છત્તીસગઢનો આદિવાસી વિસ્તાર છે અને કોવિડ-19 રોગચાળા દરમિયાન પણ ગૃહમાં હાજર રહ્યો છું.
17મી લોકસભાની સરેરાશ 79 ટકા હાજરી
પીઆરએસ લેજિસ્લેટિવ દ્વારા શેર કરાયેલ ડેટા અનુસાર, 17મી લોકસભા દરમિયાન આ બન્ને સાંસદોની હાજરી 100 ટકા હતી. જ્યારે આ લોકસભામાં સરેરાશ હાજરી 79 નોંધાઈ. માંડવીએ કહ્યું છે કે તે અને ભગીરથ ચૌધરી લોકસભામાં નજીકમાં બેસતા હતા.
હમીરપુરના સાંસદે ચર્ચામાં સૌથી વધુ ભાગ લીધો
ઉત્તર પ્રદેશના હમીરપુરના બીજેપી સાંસદ પુષ્પેન્દ્ર સિંહ ચંદેલ 1,194 ડિબેટમાં ભાગ લઈને 17મી લોકસભાના સૌથી વધુ સક્રિય સાંસદ રહ્યા છે. તેમના પછી આંદામાન અને નિકોબારના કોંગ્રેસના સાંસદ કુલદીપ રાય શર્મા બીજા ક્રમે છે, જેમણે 833 ડિબેટમાં ભાગ લીધો.
ઉત્તર પ્રદેશના બિજનૌરના બીએસપી સાંસદે 582 ડિબેટમાં ભાગ લીધો હતો, તમિલનાડુના ધર્મપુરીથી ડીએમકેના સાંસદ ડીએનવી સેંથિલકુમાર 307, કેરળના કોલ્લમથી આરએસપી સાંસદ એનકે પ્રેમચંદ્રન 265 અને એનસીપીના શરદચંદ્ર પવારની સાંસદ સુપ્રિયા સુલેના સાંસદે 248 ડિબેટમાં ભાગ લીધો.
સની દેઓલ અને શત્રુઘ્ન સિંહા સૌથી પાછળ
પંજાબના ગુરદાસપુરના બીજેપી સાંસદ સની દેઓલ અને પશ્ચિમ બંગાળના આસનસોલના ટીએમસી સાંસદ શત્રુઘ્ન સિન્હાએ 9 લોકસભા સાંસદોમાં સામેલ છે જેમણે કોઈપણ ચર્ચામાં ભાગ નથી લીધો.
આ સિવાય જે સાંસદોએ 17મી લોકસભા દરમિયાન ચર્ચાથી અંતર રાખ્યું હતું તેમાં ભાજપના રમેશ જીગાજીનાગી, બીએન બચે ગૌડા, પ્રધાન બરુઆ, અનંત કુમાર હેગડે અને વી શ્રીનિવાસ પ્રસાદનો સમાવેશ થાય છે.
આ સિવાય ટીએમસીના દિવ્યેન્દુ અધિકારી અને બસપાના અતુલ કુમાર સિંહના નામ પણ એવા સાંસદોમાં સામેલ છે જેમણે ચર્ચામાં ભાગ નથી લીધો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
