મેરઠઃ 2 વર્ષની માસૂમ બાળકી સાથે પુજારીએ દુષ્કર્મ આચર્યું, ગ્રામીણોએ ધમાર્યો
મેરઠઃ 2 વર્ષની માસૂમ બાળકી સાથે પુજારીએ દુષ્કર્મ આચર્યું, ગ્રામીણોએ ધમાર્યો
મેરઠઃ ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં એક શર્મનાક ઘટના સામે આી છે. જ્યાં મંદિર પરિસરમાં રમી રહેલ બે વર્ષી માસૂમ બાળકી પર પુજારીએ દુષ્કર્મ આચર્યો. ઘટનાની જાણકારી મળ્યા બાદ ગ્રામીણોએ આરોપીને પકડી લીધો છે અને તેની જબરદસ્ત ધોલાઈ કરી છે. સાથે જ 112 નંબર પર પોલીસને સૂચના આપી. માહિતી મળતા જ પોલીસે પુજારીની ધરપકડ કરી લીધી છે. હાલ પીડિત બાળકીને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલે ખસેડવામાં આવી છે.

શું છે સમગ્ર મામલો
હિન્દુસ્તાનના અહેવાલ મુજબ ઘટના મેરઠ જિલ્લાના દૌરાલા પલીસ સ્ટેશન ક્ષેત્રના એક ગામની છે. મંગળવારે બપોરે મંદિર પરિસરમાં કેટલાક બાળકો રમી રહ્યાં હતાં. આરોપ છે કે પુજારી બે વર્ષની માસૂમને પોતાના રૂમમાં લઈ ગયો અને તેની સાથે દરિંદગી કરી. હાલાત બગડવા પર આરોપીએ બાળકીને છોડી. બાળકી રડતાં રડતાં બહાર ભાગી ત્યારે ત્યાં હાજર લોકોની તેના પર નજર પડી ગઈ. લોકોએ દોડીને બાળકીને તેડી લીધી અને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરી રહેલ નરાધમ પુજારીને દબોચી લીધો. આ દરમિયાન બાળકીના પરિજનો પણ પહોંચી ગયા. લોકોએ આરોપીની ધોલાઈ કરીને તેને પોલીસના હવાલે કરી દીધો. આરોપી ફેરુ (65) સામે કેસ નોંધવામાં આવ્યો છે.

આરોપી પર પહેલા પણ દુષ્કર્મનો આરોપ લાગી ચૂક્યો છે
ઘટના બાદ પોલીસ સ્ટેશન પર હાજર લોકોએ જણાવ્યું કે આરોપી નશાખોર છે. તેના પર પહેલા પણ ધાર્મિક યાત્રા પર આવેલ મહિલા સાથે દુષ્કર્મ કરવાનો આરોપ લાગી ચૂક્યો છે, ત્યારે તેને ગામમાંથી ભગાડી મૂકવામાં આવ્યો હતો. પરંતુ આરોપી એક વર્ષ પહેલા ફરી ગામમાં આવી ગયો. અહીં ગામના મંદિરમાં કોઈ પુજારી ના હોવાથી ગ્રામીણોએ તેને મંદિરમાં રહેવા દીધો.

ઈન્સ્પેક્ટરે શું કહ્યું
દૌરાલા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર જનક સિંહ ચૌહાણે જણાવ્યું કે પીડિતાના પરિજનોની ફરિયાદ પર આરોપી પુજારી વિરુદ્ધ સંબંધિત કલમો અંતર્ગત કેસ નોંધી ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. બાળકીને મેડિકલ પરીક્ષણ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવી છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
