#MeToo: યૌન શોષણના આરોપો વચ્ચે ટાટાએ સુહેલ સેઠને હટાવ્યા
મી ટુ અભિયાન હેઠળ જે રીતે સમાજસેવી સુહેલ સેઠ પર ઘણી મહિલાઓએ યૌન શોષણના આરોપ લગાવ્યા ત્યારબાદ છેવટે ટાટા ગ્રુપે તેમની સામે મોટી કાર્યવાહી કરી છે.
મી ટુ અભિયાન હેઠળ જે રીતે સમાજસેવી સુહેલ સેઠ પર ઘણી મહિલાઓએ યૌન શોષણના આરોપ લગાવ્યા ત્યારબાદ છેવટે ટાટા ગ્રુપે તેમની સામે મોટી કાર્યવાહી કરી છે. ટાટા ગ્રુપે સુહેલ સેઠ ઉપર લાગેલા આરોપો બાદ તેમને સલાહકારના પદ પરથી હટાવી દીધા છે. તમને જણાવી દઈએ કે જે સમયે ટાટા ગ્રુપમાં 2016માં સાયરસ મિસ્ત્રી અને ટાટા સન્સ વચ્ચે વિવાદ ઉભો થયો હતો તે દરમિયાન સુહેલ સેઠે સલાહકાર તરીકે મહત્વની ભૂમિકા નિભાવી હતી. પરંતુ જે રીતે તેમના ઉપર ઘણી મહિલાઓએ યૌન શોષણનો આરોપ લગાવ્યો ત્યારબાદ તેમને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે અને તેમના કોન્ટ્રાક્ટને પણ ખતમ કરી દેવામાં આવ્યો છે.

બિગ બોસ પ્રતિયોગીએ લગાવ્યો આરોપ
સુહેલ સેઠ પર છ મહિલાઓએ યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો જેમાં મોડલ ડાયંડ્રા સોરેસ અને ફિલ્મ નિર્માતા નતાશજા રાઠોડ તેમજ લેખક ઈરા ત્રિવેદી પણ શામેલ છે. તમને જણાવી દઈએ કે ડાયંડ્રા બિગ બોસ પ્રતિયોગી પણ રહી ચૂકી છે. તેમણે સુહેલ સેઠ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. તેમણે સેઠ પર નવી દિલ્લીમાં એક પાર્ટી દરમિયાન જબરદસ્તી કરવાનો આરોપ લગાવ્યો હતો. ડાયંડ્રાએ કહ્યુ હતુ કે તેમણે બળજબરીથી કિસ કરવાની કોશિશ કરી હતી.

બળજબરીથી કિસ કરી
ડાયંડ્રાએ આરોપ લગાવ્યો હતો કે જ્યારે હું ડાંસ કરી રહી હતી ત્યારે સુહેલ સેઠે બળજબરીથી મારા મોઢામાં પોતાની જીભ નાખવાની કોશિશ કરી હતી. મે તેમની જીભને બચકુ ભરી લીધુ હતુ. તેમણે ફેસબુક પર પોતાની આપવીતી સંભળાવી હતી. વળી, મંદાકિની ગહેલોતે પણ સુહેલ સેઠ પર આરોપ લગાવ્યો હતો કે તેમણે મને બળજબરીથી કિસ કરવાની કોશિશ કરી હતી. ફિલ્મ નિર્માતા નતાશજા રાઠોડે પણ સુહેલ સેઠ સામે આ પ્રકારનો આરોપ લગાવ્યો હતો અને કહ્યુ હતુ કે તેમણે બળજબરીથી મને કિસ કરવાની કોશિશ કરી હતી.

કુર્તામાં હાથ નાખ્યો
નતાશજાએ આરોપ લગાવ્યો હતો કે હું તેમની સાથે સહજ ન હોવા છતાં સુહેલ સેઠે મને બળજબરીથી પકડી લીધી. તેમણે પોતાની જીભ મારા મોઢામાં નાખી, મે તેનો વિરોધ કર્યો. ત્યારબાદ મે તેમનુ માથુ પકડ્યુ અને તેમને કાયદામાં રહેવા કહ્યુ. ત્યારબાદ તેમણે મારા કુર્તામાં પોતાનો હાથ નાખ્યો અને મારા સ્તનને પકડી લીધા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
