મુલાયમ અને લાલૂ માટે સત્તા સર્વોપરિ છે, મારા માટે સન્માન: માયાવતી

આ પહેલાં આજે જ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવે કહ્યું હતું કે જો આરજેડી અધ્યક્ષ લાલૂ પ્રસાદ યાદવ સપા અને બસપા બચ્ચે મધ્યસ્થતા કરે તો માયાવતી સાથે હાથ મિલાવવામાં તેમને કોઇ પરેશાની નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત શનિવારે બિહારમાં એક રેલી દરમિયાન જ્યારે લાલૂ પ્રસાદ અને નીતિશ 20 વર્ષ બાદ એક મંચ પર આવ્યા હતા ત્યારે લાલૂ પ્રસાદ યાદવે કહ્યું હતું કે બિહારમાં આરજેડી અને જેડીયૂના તર્જ પર ઉત્તર પ્રદેશમાં માયાવતી અને મુલાયમને પણ હાથ મિલાવી ભાજપના વિરૂદ્ધ લડવું જોઇએ. જો કે તે સમયે બંને પક્ષોએ લાલૂ પ્રસાદની આ અપીલને નકારી કાઢી હતી. બંને પક્ષોના નેતાઓએ કહ્યું હતું કે તે પ્રદેશ જ નહી રાષ્ટ્રીય સ્તર પર પણ પરસ્પર ગઠબંધન કરશે નહી.












Click it and Unblock the Notifications
