મહારાષ્ટ્રમાં મૌલવીને કોરોના વાયરસ પોઝિટિવ, સંપર્કમાં આવ્યા 53 લોકો આઈસોલેશનમાં
મહારાષ્ટ્રમાં મૌલવીને કોરોના વાયરસ પોઝિટિવ, સંપર્કમાં આવ્યા 53 લોકો આઈસોલેશનમાં
મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના મામલા સતત વધી રહ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી સંક્રમિતોની સંખ્યા વધીને 125 થઈ ગઈ છે. હવે ફિલીપીનના કેટલાક નાગરિકોના સંપર્કમાં આવેલ એક મૌલવીનો પણ કોરોનાનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. જે બાદ મૌલવીના સંપર્કમાં આવેલા 53 લોકોને હોમ ક્વારંટાઈન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. અધિકારીઓએ આ વાતની જાણકારી આપી છે.

પત્ની અને દીકરાની તપાસ માટે સેમ્પલ લેવામાં આવ્યા
નવી મુંબઈ નગરપાલિકાનું કહેવું છે કે મૌલવીની પત્ની અને દીકરીના તપાસ માટે સેમ્પલ લેવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે 3 માર્ચથી 12 માર્ચ દરમિયાન કોઈ આધ્યાત્મિક કામથી નવી મુંબઈના વાશીમાં આવેલ મસ્જિદમાં ફિલીપીનના સાત નાગરિકો આવ્યા હતા, જેમાંથી ત્રણ બાદમા કોરોનાવાઈરસથી પોઝિટિવ જણાયા હતા. ત્રણમાંથી એક બાદમાં ઠીક થઈ ગયો હતો, પરંતુ રવિવારે રાતે મુંબઈના કસ્તૂરબા હોસ્પિટલમાં કિડની ફેલ થઈ જવાથી તેનું મોત થઈ ગયું. અધિકારીઓનું કહેવું છે કે મૌલવી આ શખ્સના સંપર્કમાં પણ આવ્યો હતો.

1200 ઘરની સ્ક્રીનિંગ કરાઈ
જ્યારે મંગળવારે મૌલવીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો તો તેના સંપર્કમાં આવેલા 53 લોકોને હો ક્વારંટાઈન કરવાનો આદેશ આપવામાં આવ્યો. સાથે જ મસ્જિદ પાસે આવેલ ઓછામાં ઓછા 1200 ઘરની સ્ક્રીનિંગ કરવામાં આવી અને સમગ્ર વિસ્તારને સેનિટાઈઝ પણ કરવામાં આવ્યો છે.નવી મુંબઈમાં અત્યાર સુધી પાંચ કોરોના વાયરસના મામલા સામે આવ્યા છે. જેમાં મસ્જિદના મૌલવી, ફિલીપીનના ત્રણ નાગરિક અને એક સ્થાનિક શખ્સ સામેલ છે. સ્થાનિક શખ્સે તુર્કીની યાત્રા કરી હતી.

250 લોકોને હોમ ક્વારન્ટાઈનની સલાહ
અધિકારીએ જણાવ્યુ કે નવી મુંબઈમાં અત્યાર સુધી 250 લોકોને હોમ ક્વારન્ટાઈનની સલાહ આપવામાં આવી છે. જ્યારે વિદેશથી આવેલા 58 લોકોને એનએમએમસીની ક્વૉરેન્ટાઈનની ફેસિલિટીમાં રાખવામાં આવ્યા છે. બુધવારે 10 લોકોનો હોમ ક્વૉરેન્ટાઈનનો સમય ખતમ થયો છે. જેમાં કોરોનાવાઈરસનું સંક્રમણ નથી મળ્યું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન








Click it and Unblock the Notifications
