'લોકો આમ-તેમ ભાગવા લાગ્યા, ભયાનક હતુ દ્રશ્ય' શ્રદ્ધાળુઓએ જણાવ્યુ રાતે 2.45 વાગે વૈષ્ણોદેવીના મંદિરમાં શું થયુ?
અમે તમને દૂર્ઘટનાના નજરે જોનારા સાક્ષીઓ દ્વારા આંખો દેખ્યો અહેવાલ જણાવવા જઈ રહ્યા છે.
શ્રીનગરઃ કોરોના વાયરસના સંકટ વચ્ચે જ્યાં દુનિયા આવનારા નવા વર્ષનુ સ્વાગત નવી આશાઓ સાથે કરી રહી હતી એ દરમિયાન ભારતમાં ન્યૂ યરની રાતે એક મોટી દૂર્ઘટના બની ગઈ. જમ્મુ કાશ્મીર સ્થિત માતા વૈષ્ણોદેવી ભવનમાં મચેલી નાસભાગમાં 12 શ્રદ્ધાળુઓના મોત થઈ ગયા જ્યારે 13થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘટના ન્યૂ યરની રાતે(31 ડિસેમ્બર - 1 જાન્યુઆરી) લગભગ 2.45 વાગે થઈ. નવા વર્ષના અવસરર પર માતા વૈષ્ણોદેવીના દર્શન માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ ભવનની અંદર અને બહાર હાજર હતી. અમે તમને દૂર્ઘટનાના નજરે જોનારા સાક્ષીઓ દ્વારા આંખો દેખ્યો અહેવાલ જણાવવા જઈ રહ્યા છે.

ગેટ નંબર 3 પાસે બની દૂર્ઘટના
અત્યાર સુધી અપડેટ મુજબ ઘટના સ્થળે રાહત અને બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે અને માતા વૈષ્ણોદેવીની યાત્રાને પણ થોડી વાર માટે રોકી દેવામાં આવી હતી પરંતુ બાદમાં સ્થિતિ સામાન્ય થતા યાત્રા ચાલુ કરી દેવામાં આવી છે. આ બાબતે જણાવવામાં આવી રહ્યુ છે કે ઘટના કટરાના બિલ્ડિંગ એરિયામાં સવારે 2.45 વાગ્યાની છે. ઘટના ગેટ નંબર ત્રણ પાસે થઈ. વાસ્તવમાં, નવુ વર્ષ હતુ અને સાંજથી જ મોટી સંખ્યામાં લોકો મંદિરમાં જમા થઈ ગયા હતા. ત્યાંથી નીકળવાનો રસ્તો બચ્યો નહોતો.

'લોકો આમ-તેમ ભાગવા લાગ્યા, ભયાનક દ્રશ્ય હતુ'
નજરે જોનારા સાક્ષીઓએ જણાવ્યુ કે અચાનક કોઈ હડબડાટીમાં લોકો આમ-તેમ ભાગવા લાગ્યા જેના કારણે નાસભાગ મચી ગઈ. મધ્ય પ્રદેશના ઈંદોરના રહેવાસી દીપાલીએ જણાવ્યુ કે આ બધુ તેમની આંખો સામે થયુ હતુ. તે ખૂબ જ ભયાનક દ્રશ્ય હતુ. જેને જોઈને દીપાલી ખૂબ ડરી ગઈ હતી. દીપાલીએ કહ્યુ કે મે પોતાના પતિને તરત નીચે ચાલવા માટે કહ્યુ પરંતુ તે આગળ વધતા ગયા. ત્યાં ભારે ભીડ જમા હતી. કોઈ પોલિસ પ્રશાસન પણ તૈનાત નહોતુ. વચમાં કોઈએ પણ યાત્રા સ્લીપની તપાસ નથી કરી.

નાસભાગ કેવી રીતે થઈ
આ ઘટના બાદ કોરોના પ્રોટોકૉલ હેઠળ આવી નાસભગ કેવી રીતે થઈ તેના પર હવે સવાલ ઉઠી રહ્યા છે. પોલિસે જણાવ્યુ કે ભવન ક્ષેત્રમાં દર્શન માટે આવેલા અમુક લોકોમાં બોલાચાલી થઈ ગઈ. જોતજોતામાં સ્થિતિ બગડી ગઈ અને નાસભાગ મચી ગઈ. વળી, ગાઝિયાબાદથી આવેલા એક નજરે જોનારા સાક્ષીએ જણાવ્યુ કે માતા વૈષ્ણોદેવી ભવન ક્ષેત્રમાં અમુક લોકો દર્શન કરીને ત્યાં જ રોકાઈ ગયા જેનાથી ભીડ જમા થઈ ગઈ અને લોકોને નીકળવા માટે જગ્યા ના મળી. એક નાની જગ્યામાં મોટી સંખ્યામાં લોકો આવી-જઈ રહ્યા હતા.

નાસભાગમાં ગુમ થયા ઘણા લોકો
નજરે જોનારા લોકોનુ કહેવુ છે કે નાસભાગમાં તેમણે પોતાના એક પરિચિતને પણ ગુમાવી દીધા. જ્યારે તેમના એક ફેમિલી મેમ્બરના હાથમાં ફ્રેક્ચર થઈ ગયુ. આ તરફ ચિકિત્સા અધિકારી ડૉ. ગોપાલ દત્તે જણાવ્યુ કે ઘાયલોને નારાયણા હૉસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. કુલ ઘાયલોની પુષ્ટિ થઈ નથી. તેમણે કહ્યુ કે અત્યાર સુધી ઘણા લોકોના મોત થઈ ચૂક્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યુ છે. પ્રધાનમંત્રી રાહત કોષમાં મૃતકોને બે લાખ રુપિયા અને ઘાયલોને 50-50 હજાર રુપિયાનુ વળતર આપવામાં આવશે.

8 મૃતકોની થઈ ઓળખ
જમ્મુ કાશ્મીરના એલજી મનોજ સિન્હાએ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યુ છે. તેમણે મામલાની તપાસ માટે કમિટી બનાવવાની માંગ કરી છે. તેમણે માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 10 લાખ રુપિયા અને ઘાયલોને 2 લાખ રુપિયા આપવાની પણ ઘોષણા કરી છે. અત્યાર સુધી 8 મૃતકોની ઓળખ કરવામાં આવી ચૂકી છે. મૃતકોના નામ ધીરજ કુમાર, શ્વેતા સિંહ, વિનય કુમાર, સોનૂ પાંડે, મમતા ધર્મવીર, વિનીત સિંહ, અરુણ પ્રતાપ સિંહ છે. આ દૂર્ઘટના પર ઘણા નેતાઓએ પણ દુઃખ વ્યક્ત કર્યુ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
