Manu bhaker family accident : મનુ ભાકરના પરિવાર સાથે ખૌફનાક અકસ્માત, 2 સભ્યોના મોત
Manu bhaker family accident : ભારતની ઓલિમ્પિક મેડલ વિજેતા મનુ ભાકર પરિવાર પર આભ ફાટ્યુ છે. ખૌફનાક અકસ્માતમાં પરિવારના બે સભ્યોના મોત થયા છે.
સમાચારો અનુસાર, મહેન્દ્રગઠ બાયપાસ રોડ પર થયેલા આ અકસ્માતમાં મનુ ભાકરના મામા અને નાનીનું મોત થયુ છે. આ બન્ને સ્કુટર પર જઈ રહ્યાં હતા.

અહેવાલો અનુસાર, રોંગ સાઈડમાંથી આવતી એક ઝડપી બ્રેઝા કારે ટક્કર મારી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે બંને જમીન પર પડી ગયા અને તરત જ મોત થઈ ગયા.
મામા યુદ્ધવીર સિંહ રાજ્ય પરિવહન નિગમમાં ડ્રાઇવર તરીકે કામ કરતા હતા અને તે સમયે કામ પર જઈ રહ્યાં હતા. માતા સાવિત્રી દેવી નાના દીકરાને મળવા લોહારુ ચોકમાં તેમની સાથે ગઈ હતી.
બંને કલ્યાણ મોડ વિસ્તારમાં પહોંચ્યા ત્યારે ઝડપી ગતિએ આવતી બ્રેઝા કારે ટક્કર મારી દીધી. કાર ચાલકે કાબુ ગુમાવ્યો અને સ્કૂટર સાથે અથડાઈ, જેમાં બંનેના મોત થયા.
અકસ્માતમાં કાર રસ્તાની બાજુમાં પલટી ગઈ. અકસ્માત બાદ બ્રેઝા ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી રહી છે.
અકસ્માત માટે કાર ડ્રાઇવરને પકડવા અધિકારીઓએ શોધખોળ શરૂ કરી છે. આ ઘટનાની પોલીસ તપાસ ચાલુ છે અને હિટ એન્ડ રન ડ્રાઇવરને શોધવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ ઘટના બાદ ફેન્સ સોશિયલ મીડિયા પર મનુ ભાકર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યા છે. જણાવી દઈએ કે બે દિવસ પહેલા જ મનુ ભાકરને રાષ્ટ્રપતિ દ્વારા અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
