મુશ્કેલીમાં મનોજ તિવારી, સીલ કરેલા મકાનનું તાળું તોડવાનો કેસ
દિલ્હી ભાજપા અધ્યક્ષ મનોજ તિવારીની મુસીબત વધી ચુકી છે. મનોજ તિવારી પર સીલ કરેલા ઘરનું તાળું તોડવાનો કથિત વીડિયો સામે આવ્યા પછી તેમની મુસીબત વધી ચુકી છે.
દિલ્હી ભાજપા અધ્યક્ષ મનોજ તિવારીની મુસીબત વધી ચુકી છે. મનોજ તિવારી પર સીલ કરેલા ઘરનું તાળું તોડવાનો કથિત વીડિયો સામે આવ્યા પછી તેમની મુસીબત વધી ચુકી છે. આ મામલે મનોજ તિવારી વિરુદ્ધ એફઆઈઆર નોંધી લેવામાં આવી છે. દિલ્હી ભાજપા અધ્યક્ષ વિરુદ્ધ આઇપીસી ધારા 188 અને ડીએમસી એક્ટ 461 અને 465 હેઠળ કેસ નોંધી લેવામાં આવ્યો છે. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે.

પોતાના પર નોંધાયેલા કેસ પર દિલ્હી ભાજપા અધ્યક્ષ મનોજ તિવારી ઘ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું છે. તેમને જણાવ્યું કે જો સીલિંગ ખોટી રીતે કરવામાં આવ્યું છે તો તેઓ તેનો વિરોધ કરશે. તેમને આગળ કહ્યું કે તેઓ અરવિંદ કેજરીવાલને પડકાર આપે છે કે તેઓ કોલોનીઓનું નિરીક્ષણ કરે અને દિલ્હીની જનતાને જવાબ આપે. મનોજ તિવારી ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ પણ કેસ નોંધાવશે.












Click it and Unblock the Notifications
