કોંગ્રેસે જાહેર કરેલો ઓડિયો કલીપ બિલકુલ નકલી: મનોહર પર્રિકર
કોંગ્રેસ ઘ્વારા જાહેર કરવામાં આવેલા ઓડિયો કલીપને ગોવા સીએમ અને પૂર્વ રક્ષામંત્રી મનોહર પર્રિકરે ખોટો અને નકલી ગણાવ્યો છે.
કોંગ્રેસ ઘ્વારા જાહેર કરવામાં આવેલા ઓડિયો કલીપને ગોવા સીએમ અને પૂર્વ રક્ષામંત્રી મનોહર પર્રિકરે ખોટો અને નકલી ગણાવ્યો છે. પર્રિકરે ટવિટ કરીને કહ્યું કે કેબિનેટ અને બીજી કોઈ પણ મિટિંગમાં આવી કોઈ વાતચીત નથી થઇ. તેમને આગળ કહ્યું કે રાફેલ પર સુપ્રીમકોર્ટમાં જૂઠ પકડાઈ જવાને કારણે કોંગ્રેસ ખોટા પ્રયાસ કરી રહી છે. આ ઓડિયો ક્લિપમાં જે મંત્રી વિશ્વેશ્વર રાણેનો અવાઝ હોવાની વાત કહેવામાં આવી રહી છે, તેમને પણ આ ઓડિયો ક્લિપને ખોટી ગણાવી છે. રાણે ઘ્વારા આખા મામલે જાંચ કરવા માટે સીએમને લખ્યું છે.

બુધવારે કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલા ઘ્વારા એક ઓડિયો જાહેર કરવામાં આવ્યો હતો. તેમાં ગોવા સરકારમાં મંત્રી વિશ્વેશ્વર રાણેનો અવાઝ હોવાનો દાવો તેમના તરફથી કરવામાં આવ્યો હતો. તેમાં મનોહર પાર્રિકરના બેડરૂમમાં રાફેલના કેટલાક રાઝ સંતાડનાર ફાઈલો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કોંગ્રેસ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે થોડા દિવસ પહેલા જ ગોવાની કેબિનેટ બેઠકમાં રાફેલ મુદ્દે જોરદાર હંગામો થયો હતો, જેમાં મનોહર પર્રિકરે કહ્યું હતું કે કોઈ તેમનું કઈ નહીં કરી શકે કારણકે બધી ફાઈલો તેમની પાસે છે.
આ પણ વાંચો: અમે હજી પણ કહી રહ્યા છીએ, રાફેલ ડીલમાં કૌભાંડ થયુંઃ રાહુલ ગાંધી
કોંગ્રેસ ઘ્વારા બુધવારે સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો. કોંગ્રેસ નેતાઓ ઘ્વારા જણાવવામાં આવ્યું કે દેશને તેના વિશે ખબર પડવી જોઈએ કે આખરે પૂર્વ રક્ષામંત્રી પાસે રાફેલ સાથે જોડાયેલી એવી કઈ જાણકારી છે, જેથી ભાજપના મોટા નેતાઓ અને સરકાર પણ તેનાથી ગભરાઈ રહી છે.
આ પણ વાંચો: રાફેલ કેસમાં સુપ્રીમ કોર્ટને ખોટી જાણકારી આપવી ગંભીર મામલોઃ કપિલ સિબ્બલ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
