ગોવાઃ મનોહર પર્રિકરના નેતૃત્વમાં બનશે ભાજપ સરકાર
મનોહર પર્રિકરે રક્ષા મંત્રીના પદેથી રાજીનામું આપી દીધું છે તથા મંગળવારે સાંજે 5 વાગે તેઓ ગોવાના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.
ગોવા ના રાજ્યપાલ મૃદલા સિન્હાએ રક્ષામંત્રી મનોહર પર્રિકર ને ગોવાના નવા મુખ્યમંત્રી નિયુક્ત કર્યાં છે તથા તેમને શપથ લીધાના 15 દિવસની અંદર બહુમત સાબિત કરવાનું કહેવામાં આવ્યું છે. નોંધનીય છે કે, રવિવારના રોજ ભાજપે ગોવામાં મનોહર પર્રિકરના નેતૃત્વમાં સરકાર બનાવવાની રજૂઆત કરી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, ભાજપ ના 13, મહારાષ્ટ્રવાદી ગોમંતક પાર્ટીના 3, ગોવા ફૉર્વર્ડ પાર્ટીના 3 અને 2 અપક્ષ ધારાસભ્યો તેમની સાથે છે.

મનોહર પર્રિકરે રક્ષા મંત્રીના પદેથી રાજીનામું આપી દીધું છે તથા મંગળવારે સાંજે 5 વાગે તેઓ ગોવાના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. રાજ્યપાલે મનોહર પર્રિકરને શપથ ગ્રહણ કર્યાના 15 દિવસની અંદર બહુમત સાબિત કરવાનું કહ્યું છે. ભાજપ તરફથી કુલ 21 ધારાસભ્યોની સૂચિ મોકલવામાં આવી હતી અને ગોવામાં સરકાર બનાવવા માટે પણ આટલા જ ધારાસભ્યોની જરૂર છે.
રક્ષા મંત્રીના પદેથી મનોહર પર્રિકરે રાજીનામું આપી દીધા બાદ હવે નાણાં મત્રી અરુણ જેટલીને આ પદની કામગીરી સોંપવામાં આવી છે.
#Flash President accepts Manohar Parrikar's resignation, Arun Jaitley gets additional charge of Defence Ministry pic.twitter.com/VzPs9NqzJB
— ANI (@ANI_news) March 13, 2017
કોંગ્રેસ પક્ષ 40માંથી 17 બેઠકો જીતવા છતાં સમર્થન મેળવવામાં નિષ્ફળ રહ્યો હતો. ગોવા ફોરવર્ડ પાર્ટીના નેતા વિજય સરદેસાઇએ મીડિયાને જણાવ્યું કે, રાજ્યમાં સ્થિર સરકાર માટે તેઓ ભાજપનું સમર્થન કરી રહ્યાં છે. મહારાષ્ટ્ર ગોમાંતક પાર્ટીના નેતા સુદિન ધાવલિકરનું કહેવું છે કે, જો પર્રિકર રાજ્ય સરકારનું નેતૃત્વ કરશે, તો જ તેઓ ભાજપને સમર્થન આપશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
