વડાપ્રધાન અર્થશાસ્ત્રી નહિં, અનર્થશાસ્ત્રી છે - રામદેવ

યોગ ગુરુ બાબા રામદેવની આ પ્રતિક્રિયા વડાપ્રધાનના એ નિવેદન ઉપર આવી છે, જેમાં વડાપ્રધાને જણાવ્યુ હતું કે પૈસા ઝાડ ઉપર નથી ઉગતાં.
બાબાએ જણાવ્યુ હતું કે કેન્દ્રની ખોટી નીતિઓનો ખામિયાજો સામાન્ય પ્રજાએ ભોગવવો પડી રહ્યો છે અને તેના માટે જવાબદાર છે માત્ર વડાપ્રધાન. જો તેઓ સાચા અર્થમાં અર્થશાસ્ત્રીય હોય, તો દેશ માટે બહેતર આર્થિક રણનીતિ કેમ નથી ઘડતાં?
હરિદ્વાર ખાતે એક પત્રકાર પરિષદમાં બાબા રામદેવે અહીં પણ કાળા નાળાંનો મુદ્દો ઉમેર્યો અને જણાવ્યું કે જ્યાં સુધી કાળુ નાણું પરત નહીં આવે, ત્યાં સુધી દેશના અર્થતંત્રમાં સુધારો થશે નહીં. તે બગડેલું જ રહેશે.
આ ઉપરાંત બાબાએ એમ પણ જણાવ્યું કે યુપીએ સરકારે ડીઝલના ભાવ વધારી મોંઘવારીનો ભાર અનેક ગણો વધારી દીધો છે. જેના હેઠળ પ્રજા પિસાતી જાય છે. બાબાએ જણાવ્યું કે યુપીએ સરકાર દેશને વિદેશી કંપનીઓના હાથે વેચવાની તૈયારી કરી રહી છે.












Click it and Unblock the Notifications
