Manmohan Singh Family : કોણ કોણ છે મનમોહન સિંહના પરિવારમાં? જાણો શું કરે છે તેમની દિકરીઓ?
Manmohan Singh wife and daughters : ભારતના પુર્વ વડાપ્રધાન અને જાણીતા અર્થશાસ્ત્રી ડો. મનમોહન સિંહનું અવસાન થયુ છે.
ડો. મનમોહન સિંહે દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેમના પરિવારમાં તેમની દિકરીઓ અને પત્ની છે. શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ તેમને એઈમ્સમાં દાખલ કરાયા હતા.

ડો. મનમોહન સિંહના પરિવારમાં તેમની પત્ની અને ત્રણ દિકરીઓ છે. મનમોહન સિંહની રિટાયર્ડ લાઈફ તેમની દિકરીઓ સાથે જ વિતી. છેલ્લે જાહેરમાં લોકસભા ચૂંટણી 2024 માટે મતદાન કરવા તેમની પત્ની સાથે જોવા મળ્યા હતા.
જ્યારે મનમોહન સિંહને બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે તેમની એક પુત્રી સિવાય તેમની પત્ની સહિત તેમનો આખો પરિવાર હોસ્પિટલમાં હાજર હતો.
મનમોહન સિંહની પત્નીનું નામ ગુરુશરણ કૌર છે. તેમના લગ્ન 1958માં થયા હતા. ગુરુશરણ ઇતિહાસના ભૂતપૂર્વ પ્રોફેસર છે અને લેખક તરીકે પણ જાણીતા છે.
મનમોહન સિંહની પુત્રી દમન સિંહ એક જાણીતી લેખિકા છે અને તેણી સેન્ટ સ્ટીફન્સમાંથી સ્નાતક થયા છે અને પછી ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં વધુ અભ્યાસ કર્યો. દમન સિંહે ઘણા પુસ્તકો લખ્યા છે.
તેણીએ તેના માતા-પિતા પર સ્ટ્રિક્ટલી પર્સનલ: મનમોહન અને ગુરુશરણ નામનું પુસ્તક લખ્યું છે. આ પુસ્તકમાં દમન સિંહે ખુલાસો કર્યો છે કે મનમોહન સિંહના પિતા ઈચ્છતા હતા કે તેમનો પુત્ર ડૉક્ટર બને.
પરંતુ તેમને પ્રી-મેડિકલ કોલેજ અધવચ્ચે છોડી દીધી. કારણ કે તેનો પ્રિય વિષય અર્થશાસ્ત્ર હતો. દમણે તેમના પુસ્તકમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે તેમના પિતા રમુજી વ્યક્તિ હતા. પુત્રીએ તેના પુસ્તકમાં પિતા મનમોહનના સેન્સ ઓફ હ્યુમરની પણ પ્રશંસા કરી છે.
મનમોહન સિંહને એક પુત્રી ઉપિન્દર સિંહ છે, જે ઈતિહાસકાર છે અને વ્યવસાયે પ્રોફેસર છે. દિલ્હી યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવ્યા બાદ તેણે થોડા વર્ષો અમેરિકામાં અભ્યાસ કર્યો છે.
સતત દસ વર્ષ સુધી ભારતના વડા પ્રધાન રહેલા મનમોહન સિંહની ત્રીજી દિકરી અમૃતા સિંહ વ્યવસાયે વકીલ અને માનવાધિકાર કાર્યકર્તા છે અને અમેરિકામાં રહે છે. તે અમેરિકામાં માનવાધિકારના મુદ્દાઓમાં સક્રિયપણે ભાગ લઈ રહી છે અને ન્યૂયોર્ક સોસાયટી જસ્ટિસ ઇનિશિયેટિવ સાથે સંકળાયેલી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
