Manmohan Singh : નરેન્દ્ર મોદી સરકારે જાણી જોઈને મનમોહન સિંહનું અપમાન કર્યુ? રાહુલ ગાંધીએ ગંભીર આરોપ લગાવ્યા
Manmohan Singh : ભારતને મહાશક્તિ બનાવનારા દેશના વડાપ્રધાન ડો.મનમોહન સિંહ પંચતત્વમાં વિલિન થઈ ગયા. તેમના અંતિમ સંસ્કાર દિલ્હીના નિગમબોધ ઘાટ પર કરવામાં આવ્યા.
હવે વારંવાર મનમોહન સિંહનું અપમાન કરનારી નરેન્દ્ર મોદી સરકાર પર રાહુલ ગાંધીએ મનમોહન સિંહનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. તેમના આરોપો પર રાજનીતિ તેજ થઈ છે.

રાહુલ ગાંધીએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે, વર્તમાન સરકારે આજે નિગમ બોધ ઘાટ ખાતે મનમોહન સિંહના અંતિમ સંસ્કાર કરીને ભારત માતાના મહાન પુત્ર અને શીખ સમુદાયના પ્રથમ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહનું અપમાન કર્યું છે.
તેઓ એક દાયકા સુધી ભારતના વડાપ્રધાન હતા, તેમના સમય દરમિયાન દેશ આર્થિક મહાસત્તા બન્યો અને તેમની નીતિઓ આજે પણ દેશના ગરીબ અને પછાત વર્ગને સહારો આપી રહી છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, અત્યાર સુધી તમામ પૂર્વ વડા પ્રધાનોની ગરિમાને માન આપીને તેમના અંતિમ સંસ્કાર અધિકૃત સમાધિઓમાં કરવામાં આવ્યા છે, જેથી દરેક વ્યક્તિ કોઈપણ અસુવિધા વિના અંતિમ શ્રદ્ધાંજલિ આપી શકે. ડૉ. મનમોહન સિંહ સર્વોચ્ચ સન્માન અને સમાધિના હકદાર છે. સરકારે દેશના આ મહાન પુત્ર અને તેના ગૌરવશાળી સમુદાયને આદર બતાવવો જોઈએ.
જણાવી દઈએ કે, આ પહેલા શુક્રવારે કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મોદી સરકારને પત્ર લખીને મનમોહન સિંહના સ્મારક માટે અલગથી જમીન આપવાની માંગ કરી હતી. અન્ય વડાપ્રધાનોની જેમ કોંગ્રેસ પણ મનમોહન સિંહ માટે અલગ સ્મારકની માંગ કરી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષે આ અંગે ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ વાત કરી છે.
આ માંગમાં અકાલી દળ પણ કોંગ્રેસ સાથે જોડાયું છે. દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે નિગમ બોધ ઘાટ પર પૂર્વ પીએમ મનમોહન સિંહના અંતિમ સંસ્કાર પર આશ્ચર્ય વ્યક્ત કર્યું.
એક્સ પર પોસ્ટમાં અરવિંદ કેજરીવાલે લખ્યુ કે, મને આઘાત લાગ્યો છે કે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર નિગમ બોધ ઘાટ પર કરવામાં આવ્યા. આ પહેલા ભારતના તમામ વડાપ્રધાનોના અંતિમ સંસ્કાર રાજઘાટ પર કરવામાં આવ્યા છે. ભાજપ સરકાર ડૉ.મનમોહન સિંહના અંતિમ સંસ્કાર અને સમાધિ માટે 1000 યાર્ડ જમીન પણ આપી શકી નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
