જનતા ભાજપ સરકારથી પરેશાન, આપ ગુજરાતમાં બનાવશે સરકારઃ મંત્રી મનીષ સિસોદિયા
દિલ્લીના ઉપ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી(AAP)ના નેતા મનીષ સિસોદિયાએ સોમવારે ગુજરાતમાં તેમના છ દિવસના ચૂંટણી પ્રચારના અંતે મોટુ નિવેદન આપ્યુ.
નવી દિલ્લીઃ દિલ્લીના ઉપ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી(AAP)ના નેતા મનીષ સિસોદિયાએ સોમવારે ગુજરાતમાં તેમના છ દિવસના ચૂંટણી પ્રચારના અંતે જણાવ્યુ હતુ કે લોકો રાજ્યમાં 27 વર્ષ જૂના ભારતીય જનતા પાર્ટી(BJP)ના શાસનથી નારાજ છે અને પરિવર્તનની રાહ જોઈ રહ્યા છીએ. તેમણે રાજ્યના 14 ઉત્તરી જિલ્લાઓમાં પ્રચાર કરીને શક્ય તેટલા વિધાનસભા મતવિસ્તારોને આવરી લેવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન તેમણે છ રોડ શો પણ કર્યા.

તેમણે પત્રકારોને કહ્યુ, 'મારા પ્રચાર દરમિયાન એક વસ્તુ જે લોકોએ મને વારંવાર કહી તે એ હતી કે તેમણે ભાજપ સરકાર ઘણી જોઈ લીધી છે. હવે તેઓ સંપૂર્ણ પરિવર્તન ઈચ્છે છે. લોકોમાં સામાન્ય ધારણા એવી છે કે તેઓ ભાજપના 27 વર્ષના શાસનથી કંટાળી ગયા છે.' સિસોદિયાએ કહ્યુ કે તેમની છ દિવસની મુલાકાતના આધારે તેઓ કહી શકે છે કે ગુજરાતમાં AAP ચોક્કસપણે સરકાર બનાવવા જઈ રહી છે અને ભાજપનુ જવાનુ નક્કી છે.
તેમણે કહ્યુ કે લોકો સમજી ગયા છે કે એક રાજકીય પક્ષ છે જે શાળાઓ અને હૉસ્પિટલોની સ્થિતિ સુધારવાની અને વીજળીના બિલ ઘટાડવાની વાત કરી રહ્યો છે જેમ AAPએ દિલ્લી અને પંજાબમાં કર્યુ છે. સિસોદિયાએ કહ્યુ કે મુલાકાત દરમિયાન લોકોએ તેમને પાલનપુરની એક સરકારી હૉસ્પિટલ બતાવી જેનુ ખાનગીકરણ કરવામાં આવ્યુ છે અને રૂ.70 કરોડના ખર્ચે બનેલી મેડિકલ સુવિધા બેકાર પડી છે.
તેમણે કહ્યુ કે ઉત્તર ગુજરાતમાં પાણીની મોટી સમસ્યા છે કારણ કે કેનાલો તૂટવાને કારણે લોકોને પાણી મળતુ નથી. સિસોદિયાએ કહ્યુ કે જો ગુજરાતમાં AAPની સરકાર બનશે તો ઝેરી દારૂની કોઈ ઘટના નહિ બને અને દારૂ માફિયાઓ પર અંકુશ આવશે.












Click it and Unblock the Notifications
