મનીષ સિસોદિયાએ જામીન માટે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા, ગુરૂવારે સૂનાવણી થશે
નવી દિલ્હી : આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયા જામીન માટે હાઈકોર્ટ પહોંચ્યા છે. છેલ્લા 40 દિવસથી જેલમાં બંધ મનીષ સિસોદિયા આ પહેલા નીચલી અદાલતમાં જામીન માટે અરજી કરી ચુક્યા છે. જો કે અહીંથી તેમને જામીન મળ્યા નથી.

દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનની કસ્ટડીમાં છે. નીચલી કોર્ટે આ કેસમાં તેને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો છે. નીચલી અદાલતના આદેશને પડકારતાં સિસોદિયાએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. મનીષ સિસોદિયાની અપીલ પર 6 એપ્રિલે સુનાવણી થવાની છે.
અહીં તમને જણાવી દઈએ કે, જામીન માટે દિલ્હી હાઈકોર્ટ પહોંચેલા સિસોદિયાની અરજી પર જસ્ટિસ દિનેશ કુમાર શર્માની બેંચ સુનાવણી કરશે. સિસોદિયા પર એક્સાઇઝ પોલિસીની રચના અને અમલીકરણમાં કથિત અનિયમિતતાના આરોપ છે. સીબીઆઈ તેની તપાસ કરી રહી છે. ગયા અઠવાડિયે ટ્રાયલ કોર્ટે સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે, તપાસના આ તબક્કે કોર્ટ આરોપીને જામીન પર છોડવા ઈચ્છતી નથી. મુક્તિ કેસ માટે પ્રતિકૂળ હશે. તપાસમાં ગંભીર અવરોધ આવશે.
જામીન અરજી ફગાવતા વિશેષ ન્યાયાધીશ એમકે નાગપાલે કહ્યું કે, સિસોદિયા સામેના આરોપો ગંભીર છે. કેસના આ તબક્કે આરોપી જામીન પર મુક્ત થવાને લાયક નથી. ધરપકડ 26 ફેબ્રુઆરીએ જ થઈ છે. તેમની ભૂમિકાની તપાસ પૂર્ણ નથી થઈ.
સીબીઆઈનો આરોપ છે કે, સિસોદિયાએ ગુનાહિત ષડયંત્રમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. સિસોદિયા ષડયંત્રના ઉદ્દેશ્યને હાંસલ કરવા નીતિના ઘડતર અને અમલીકરણમાં ઊંડાણપૂર્વક સંકળાયેલા હતા. આરોપ છે કે દિલ્હી સરકારમાં સિસોદિયા અને તેના અન્ય સહયોગીઓને આશરે 90-100 કરોડ રૂપિયાની એડવાન્સ લાંચ આપવામાં આવી. જેમાં સહ આરોપી વિજય નાયર, અભિષેક બોઈનપલ્લીને 20 થી 30 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
