Manish Sisodia Bail : મનીષ સિસોદિયાને જામીન મળ્યા બાદ આમ આદમી પાર્ટીએ શું કહ્યું?
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની તાનાશાહી સામે લડનારા આમ આદમી પાર્ટીના મજબુત નેતા મનીષ સિસોદિયા આખરે જેલમાંથી બહાર આવશે.
દિલ્હી લીકર પોલીસી કેસમાં સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદિયાને જામીન આપી દીધા છે. આ જામીન બાદ આમ આદમી પાર્ટી સતત કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર પ્રહાર કરી રહી છે.

મનીષ સિસોદિયાને જામીન મળ્યા બાદ આમ આદમી પાર્ટીનું સત્તાવાર નિવેદન પણ આવ્યું છે. આમ આદમી પાર્ટીએ આ નિવેદનમાં કહ્યું કે, મનીષ સિસોદિયા 17 મહિના સુધી તિહાર જેલની કોટડીમાં રહ્યા બાદ આજે સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં શિક્ષણ ક્રાંતિના પિતા મનીષ સિસોદિયાને જામીન આપ્યા છે. સમગ્ર દેશ મનીષ સિસોદિયાને શિક્ષણ ક્રાંતિકારી તરીકે ઓળખે છે.
AAP નેતા અને દિલ્હી સરકારના મંત્રી ગોપાલ રાયે કહ્યું કે, તેમણે એક વાતનો સંદેશ આપ્યો છે કે સરમુખત્યારશાહીની પણ મર્યાદા હોય છે. 17 મહિના પહેલા મનીષ સિસોદિયાએ દિલ્હીના બાળકોના સપનાઓ બનાવ્યા.
તેમણે કહ્યું કે, સરકારી શાળાઓના પરિણામો ખાનગી શાળા કરતા સારા લાવ્યા છતાં તેમને નકલી કેસમાં ફસાવીને જેલમાં મોકલવામાં આવ્યા. ભાજપનો ઉદ્દેશ્ય આમ આદમી પાર્ટીના નેતાઓને જેલમાં નાખવાનો છે.
दिल्ली में शिक्षा क्रांति के जनक मनीष सिसोदिया जी को सुप्रीम कोर्ट से मिली जमानत l Important Press Conference l LIVE https://t.co/RlhRzgotGM
— AAP (@AamAadmiParty) August 9, 2024
દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે, સુપ્રીમ કોર્ટના આ નિર્ણયે સમગ્ર દેશની ન્યાય પ્રણાલી માટે એક દાખલો બેસાડ્યો છે. આજે ચુકાદો આપતી વખતે કોર્ટે જે ટિપ્પણી કરી છે તે તમામ કોર્ટ માટે બોધપાઠ સાબિત થશે. એજન્સીઓએ આ કેસમાં હજુ સુધી ટ્રાયલ શરૂ કરી નથી. વિરોધીઓને જેલમાં ધકેલી દેવા અને ટ્રાયલ લંબાવવાનું કેન્દ્ર સરકારનું આ સમગ્ર કાવતરું છે.












Click it and Unblock the Notifications
