દિલ્લીમાં હવે સૂર્યાસ્ત પણ થઈ શકશે શબોનુ પોસ્ટમૉર્ટમ, મનીષ સિસોદિયાએ કર્યુ એલાન
દિલ્લીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ એલાન કરીને કહ્યુ છે કે દિલ્લીમાં હવે સૂર્યાસ્ત પછી પણ પોસ્ટમૉર્ટમ થઈ શકશે.
દિલ્લી સરકારે મંગળવારે એક મોટો નિર્ણય લઈને હવે રાતે પણ પોસ્ટમૉર્ટમ કરવાની મંજૂરી આપી દીધી છે. અગાઉ, સૂરજ ઢળ્યા પછી શબોનુ પોસ્ટમૉર્ટમ કરવામાં નહોતુ આવતુ પરંતુ હવે દિલ્લી સરકારે આ પ્રતિબંધને હટાવીને આની અનુમતિ આપી દીધી છે. રાજ્ય સરકાર તરફથી એક પ્રેસ રીલિઝ કરીને આ અંગે માહિતી આપવામાં આવી છે. રીલિઝમાં કહેવામાં આવ્યુ છે કે દિલ્લી સરકારે મોટો સુધારો કરીને શબોનુ પોસ્ટમૉર્ટમ દિલ્લીમાં સૂરજ ઢળ્યા પછી પણ કરવાની મંજૂરી આપી દીધી છે.

આદેશ મુજબ પીડિત પરિવારોના સંબંધીઓ માટે આ એક મોટુ પગલું છે, જેમણે તેમના નજીકના અને પ્રિયજનોના મૃત્યુ પછી કલાકો સુધી રાહ જોવી પડી હતી. સરકારના આ નિર્ણયથી અંગોનુ દાન કરનારાઓને પણ પ્રોત્સાહન મળશે. ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ આરોગ્ય વિભાગને રાત્રે હૉસ્પિટલોમાં પોસ્ટમૉર્ટમ કરાવવાનો નિર્દેશ આપ્યો છે, જેના માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવે. તેમણે હૉસ્પિટલના ઈન્ચાર્જને શબઘરમાં પોસ્ટમૉર્ટમ માટે પૂરતા ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વ્યવસ્થા કરવા પણ કહ્યુ છે.
મનીષ સિસોદિયાએ કહ્યુ કે દિલ્લી સરકારે સૂર્યાસ્ત પછી પણ હૉસ્પિટલોમાં પોસ્ટમૉર્ટમ કરાવવા માટે કેન્દ્રને પ્રસ્તાવ મોકલ્યો છે. હવે મૃતદેહોનુ પોસ્ટમૉર્ટમ હૉસ્પિટલોમાં સાંજે પણ થઈ શકશે. અંગ દાતાઓના મૃતદેહોનુ પોસ્ટમોર્ટમ પ્રાથમિકતાના ધોરણે કરવામાં આવશે. હવે રાત્રે લાવવામાં આવેલા મૃતદેહોનુ પોસ્ટમૉર્ટમ વિલંબ કર્યા વિના કરવામાં આવશે. અગાઉ મૃતદેહોને રાત્રે સલામત કસ્ટડીમાં રાખવામાં આવતા હતા, પીડિતોના પરિવારજનોએ આખી રાત રાહ જોવી પડતી હતી અને તેનાથી તેમની વેદનામાં વધારો થતો હતો.
મનીષ સિસોદિયાએ જણાવ્યુ કે રાત્રે પોસ્ટમૉર્ટમની વીડિયોગ્રાફી કરવામાં આવશે. કોઈપણ શંકા અને મૂંઝવણને નકારી કાઢવા માટે પોસ્ટમોર્ટમની રાત્રે વીડિયોગ્રાફી કરવામાં આવશે, ફૂટેજ કાયદાકીય મદદ માટે સાચવવામાં આવશે. આ નિર્ણયથી ઓર્ગન ડોનર અને ટ્રાન્સપ્લાન્ટમાં પણ મદદ મળશે. આને સમયબદ્ધ રીતે કરી શકાય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
