મણિપુર હિંસામાં અત્યાર સુધી 60 લોકોના મોત, 200થી વધુ ઘાયલ, CM એ વળતરનુ કર્યુ એલાન
ઈમ્ફાલઃ મણિપુરમાં 3 મેના રોજ ભડકેલી હિંસા બાદ જાનમાલનુ ઘણુ નુકશાન થયુ છે. મણિપુરના મુખ્યમંત્રી એન બીરેન સિંહે માહિતી આપી છે કે અત્યાર સુધી 50 લોકોના મોત થઈ ચૂક્યા છે.
હિંસામાં 200થી વધુ લોકો ઘાયલ થયા છે. મુખ્યમંત્રી કહ્યુ કે હજુ પણ 10 હજાર લોકો ફસાયેલા છે. સીએમે હિંસામાં મૃત્યુ પામેલ અને ઘાયલ થયેલા લોકોના પરિવાર માટે વળતરનુ એલાન કર્યુ છે.

મણિપુર હિંસા પર પહેલીવાર બોલતા સીએમ એન બિરેન સિંહે રાજધાની ઈમ્ફાલમાં મીડિયાને કહ્યુ, '3 મેના રોજ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં 60 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા. આ હિંસામાં 231 લોકો ઘાયલ થયા. 1700 ઘરોને ઉપદ્રવીઓએ સળગાવી દીધા.'
તેમણે કહ્યું, 'હું રાજ્યના લોકોને શાંતિ અને સૌહાર્દની અપીલ કરુ છુ. જે લોકો ફસાયેલા છે તેમને સુરક્ષિત સ્થાનો પર લઈ જવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 20,000 ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. લગભગ 10,000 લોકો હજુ પણ ફસાયેલા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઘટનાના દિવસથી લઈને આજ સુધી સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તેઓએ કેન્દ્રીય દળોની ઘણી કંપનીઓ પણ મોકલી છે.'
આ સાથે સીએમ એન બિરેન સિંહે હિંસા પીડિતો માટે વળતરની જાહેરાત કરી છે. સીએમ બિરેન સિંહે કહ્યુ, 'મૃતકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયાનુ વળતર, ગંભીર ઈજાગ્રસ્તોને 2-2 લાખ રૂપિયા અને ઓછી ગંભીર ઈજાઓવાળાઓને 25,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે. આ સાથે જેમના ઘર સળગી ગયા છે તેદરેકને 2 લાખ રૂપિયા સુધીનુ વળતર આપવામાં આવશે.'
તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે સોમવારે મણિપુર હિંસાને કારણે વિસ્થાપિત થયેલા લોકો પર ચિંતા વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યુ કે આ માનવીય સંકટ છે. વિસ્થાપિત લોકોના પુનર્વસન માટે જરૂરી પગલાં લેવા જોઈએ. રાહત શિબિરોમાં દવાઓ અને ખાવા-પીવા જેવી જરૂરી વસ્તુઓની વ્યવસ્થા હોવી જોઈએ. આ સાથે રાજ્યમાં ધાર્મિક સ્થળોની સુરક્ષા માટે પણ પગલાં લેવા જોઈએ.
મણિપુર ટ્રાઇબલ ફોરમ અને હિલ એરિયા કમિટીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. જેમાં હિંસાની એસઆઈટી તપાસ અને હાઈકોર્ટના મેઈટી સમુદાયને એસટી યાદીમાં સામેલ કરવાના આદેશનો વિરોધ કરવામાં આવ્યો છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની બેંચ આ મામલાની સુનાવણી કરી રહી છે. આગામી સુનાવણી 17 મેના રોજ થશે.
તમને જણાવી દઈએ કે મણિપુરમાં મેતેઈ સમુદાય અને આદિવાસીઓ વચ્ચેની હિંસા પર કાબૂ મેળવવા માટે ભારતીય સેના અને આસામ રાઈફલ્સની 105 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
