પેટ્રોલ-ડીઝલ નહિ હવે પાણીથી ચાલશે વાહન, આ શખ્સે બનાવ્યું એન્જિન
પેટ્રોલ-ડીઝલ નહિ હવે પાણીથી ચાલશે વાહન, આ શખ્સે બનાવ્યું એન્જિન
નવી દિલ્હીઃ તમિલનાડુના કોઈમ્બતુરના એસ કુમારસ્વામી નામના એક મેકેનિકલ એન્જીનિયરે અનોખું એન્જિન બનાવ્યું છે. આ એક એવું એન્જિન છે જે ડિજિટલ વોટરથી ચાલે છે. આ એન્જિન અલગ પ્રકારનું હોય આને એક મોટા અવિષ્કારના રૂપમાં જોવા માં આવી રહ્યું છે. પરંતુ દુઃખની વાત એ ચે ભારતમાં પ્રશાસનની ઉદાસીનતાને પગલે કુમારાસ્વામીએ પતાનો અવિષ્કાર જાપાનમાં જઈ લૉન્ચ કરવો પડ્યો છે.

એન્જિન બનાવવામાં લાગ્યાં 10 વર્ષ
એસ કુમારસ્વામીએ આ એન્જિન બનાવવામાં પોતાની જિંદગીના 10 વર્ષ ખર્ચી મૂક્યાં છે. તેઓ સતત મહેનત કરતા રહ્યા અને હાર ન માન્યા. કુમારાસ્વામીનો દાવો છે કે આવું એન્જિન દુનિયામાં ક્યારેય બન્યું જ નથી. અન્ય એન્જિન ધુમાડા છોડે છે જ્યારે આ એન્જિન ઑક્સિજન છોડે છે. એવામાં આનાથી શ્રેષ્ઠ એન્જિન બીજું કયું હોય.
|
ઈકો ફ્રેન્ડલી છે ઑક્સીજન છોડતું આ એન્જિન
આ એન્જિનમાં ઈંધણના રૂપમાં હાઈડ્રોઝનનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત આ એન્જિન ઈકો ફ્રેન્ડલી છે. ઈકો ફ્રેન્ડલી એટલા માટે કેમ કે આ કોઈપણ પ્રકારનું પ્રદૂષણ ફેલાવતો ધુમાડો નહિ બલકે ઑક્સિજન છોડે છે.

ભારતમાં મદદ ન મળી તો જાપાનનો સહારો લેવો પડ્યો
એસ કુમારાસ્વામી કહે છે કે મારું સપનું હતું કે હું આ એન્જિનને ભારતમાં ઈન્ટ્રોડ્યૂસ કરું, માટે મેં તમામ પ્રશાસનિક દરવાજા ખખડાવ્યા. પરંતુ મને કોઈ સકારાત્મક જવા ન મળ્યો. માટે મેં જાપાનની સરકારનો સંપર્ક સાધ્યો અને મને ત્યાં આ અવસર મળ્યો. હવે આગામી દિવોસમાં આ એન્જિન જાપાનમાં લૉન્ચ કરવામાં આવશે. જાપાનમાં તેમના આ અવિષ્કારને લૉન્ચ કરવાની મંજૂરી મળી તો માનો કે તેમની વર્ષોની મહેનત સફળ થઈ ગઈ પરંતુ આને ભારતમાં લૉન્ચ ન કરી શકવાનો તેમના મનમાં હંમેશા એક અફસોસ રહેશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
