કરંટ લાગવાથી દીકરાની મૌત, જીવતો કરવા રેતીમાં લાશ દબાવી
ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં અંધવિશ્વાસનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક યુવક કરંટ લાગ્યા પછી ઘરમાં અચેત હાલતમાં પડ્યો હતો.
ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં અંધવિશ્વાસનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક યુવક કરંટ લાગ્યા પછી ઘરમાં અચેત હાલતમાં પડ્યો હતો. તેના ધબકારા પણ બંધ થઇ ગયા હતા. પરંતુ તેને હોસ્પિટલ લઇ જવાને બદલે રેતીમાં દાટી દેવામાં આવ્યો. પરિજનોનું માનવું હતું કે આવું કરવાથી તેમનો દીકરો જીવતો થઇ જશે, પરંતુ તેવું થયું નહીં.
આ પણ વાંચો: જીવનનો હિસ્સો બની ગયેલી 10 ભારતીય માન્યતાઓ

નહાતા સમયે કરંટ લાગવાથી મૌત
આખો મામલો શાહજહાંપુરના ખુટાર ચોકી વિસ્તારના કુઇયા ગામનો છે. અહીં રહેતા શિવકુમારનો 23 વર્ષનો દીકરો દિપક નાહવા માટે ઘરની અંદર નળ પાસે ગયો. નળની પાસે એક વીજળીનો તાર લાગ્યો હતો, જે નળને અડકી રહ્યો હતો. દીપકે નળને અડકતા જ તેને કરંટ લાગ્યો, જેને કારણે તેની ત્યાં જ મૌત થઇ ગઈ.

દીકરાને જીવતો કરવા માટે તેની લાશ રેતીમાં દબાવી
પરિજનોએ જયારે દીકરાને જમીન પર પડેલો જોયો ત્યારે ઘરમાં કોહરામ મચી ગયો. માતાના કહેવા પર પરિજનોએ ઘરમાં રેતી ભેગી કરી અને દીપકની લાશને રેતીમાં દબાવી દીધી. માતા સહીત આખો પરિવાર એવી આશા રાખીને બેઠો હતો કે કદાચ તેમનો દીકરો ફરી બેઠો થાય. પરંતુ ઘણા સમય સુધી રેતીમાં દબાયા છતાં દિપક બેઠો નહીં થયો. ત્યારપછી પાડોસીઓએ સમજાવ્યું કે દિપક હવે આ દુનિયામાં નથી રહ્યો.

શુ કહે છે ગ્રામીણ
જયારે ગ્રામીણોને રેતીમાં દબાવવાનું કારણ પૂછ્યું ત્યારે તેમેને કહ્યું કે એવું માનવામાં આવે છે કે કરંટ લાગવાથી જો કોઈની મૌત થાય અને તેને રેતીમાં દબાવવામાં આવે તો તેના ધબકારા ફરી ચાલુ થઇ જાય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
